પ્રભુની પ્રેમાળ મદદ હંમેશા તારી સાથે જ છે

મારા વહાલા નાના બાળક,

ગઈકાલે મેં તને નાનુ લાલ પુષ્પ આપેલું તેનો અર્થ ‘ઈશ્વરની મદદ’ એમ થાય છે. અને તે આપતી વેળાએ મારે તને કહેવું હતું કે પ્રભુની પ્રેમાળ મદદ હંમેશા તારી સાથે જ છે.

તુુંં વધારે અને વધારે જાગ્રત થતી જાય છે તેમાં કોઈ શક નથી અને તેથી તું જલ્દીથી તારી પરેશાનીઓમાંથી મુક્ત થઈ જઈશ એવી આશા રાખી શકાય.

મારો પ્રેમ સદા તારી સાથે છે. તે તને કદી તજી નહીં દેેેે – એક ક્ષણ માટે પણ નહીં અને મારા આશીર્વાદ પણ.

૮ જાન્યુઆરી ૧૯૫૬

શ્વેત ગુલાબ

You may also like...