મદદ માટે મને પોકારવાનું ચાલુજ રાખ

એ માટે માફ કરવા જેવું કંઈ જ નથી. તું પ્રથમ બલી બની છે.

મેં તને ક્યારનું કહેલું જ છે કે આ પ્રતિકૂળ બળો તને સંતાપે છે અને તને ઈજા કરવા માંગે છે અને  બધી જ શાંતિ અને પ્રસન્નતા તારી પાસેથી છીનવી લેવા માંગે છે.

તને બળોએ તને છોડીને  ખૂબ દૂર ચાલ્યા જવું જોઈએ જેથી તુંં સ્વસ્થ અને સુખી થઈ શકે.

તે ગાળા દરમિયાન તું મદદ માટે મને પોકારવાનું ચાલુજ રાખ અને જરૂર એક દિવસ આપણે આ ત્રાસદાયક દુશ્મનને નસાડવામાં સફળ થઈશું.

૧૬ નવેમ્બર ૧૯૫૫

મે બલી શબ્દ બલિદાનના અર્થમાં નહીં પણ કોઈપણ પરિબળના ભોગ બનવું એ અર્થમાં વાપર્યો હતો જેમકે “આ વ્યક્તિ અમુક પ્રકારની માંદગીની ભોગ બની છે.”

આ હુમલાઓ તારા ઉપર માંદગીની જેમ તૂટી પડે છે તું એનો શિકાર બની જાય છે.

૧૬ નવેમ્બર ૧૯૫૫

શ્વેત ગુુુલાબ 

You may also like...