મારા પ્રત્યેનો તારો પ્રેમ જ ઉદ્ધારક છે

તારો સરસ પત્ર મને મળ્યો અને મેં તે વાંચ્યો.

બેશક, પૂર્ણયોગનો માર્ગ સરળ નથી. પરમ પ્રભુને જીતવા એ એક કઠિન કાર્ય છે. પણ સચ્ચાઈ અને સતત પ્રયાસ વડે ચોક્કસ સફળ થઇ શકાય છે.

મારી મદદ, પ્રેમ અને આશીર્વાદ તારી સાથે જ છે.

***
યોગનાા દ્રષ્ટિબિંદુથી જોઈએ તો સારું એ છે કે હંમેશા આ બાહ્ય, સપાટી પરની વસ્તુઓને અગત્ય ના આપવી અને આંતરિક સમતુલા અને સ્થિર મન રાખી પરમ પ્રભુ પરમાત્માનું શરણ લેવું અને ફક્ત પરમ પ્રભુ પરમાત્મા સાથેના સંબંધને જ મહત્વ આપવું.

તારે કદી પણ ભૂલવું ના જોઈએ કે આ બળો જે તારા ઉપર હુમલો કરે છે તે તારા શત્રુઓ છે અને તારે ક્યારે ય તેઓનો પક્ષ ના લેવો જોઈએ. તારે યાદ રાખવું જોઈએ કે મારા પ્રત્યેનો તારો પ્રેમ જ ઉદ્ધારક છે અને તે તને બધાં જ સંકટોમાંથી ખેંચી લેવા મદદ કરશે.

હું સદા તારી સાથે જ છું, મદદ કરું છું, રક્ષા કરું છું. પણ તારે શત્રુઓનો પક્ષ ના જ લેવો જોઈએ.

ચિંતા ના કરીશ, તું પ્રગતિ કરી રહી છે. ધીમે ધીમે સંપૂર્ણપણે તારી જાત પ્રત્યે સભાન થતી જઈશ.

શ્વેત ગુલાબ

You may also like...