વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી એ વિચાર આપણો માર્ગદર્શક શું ન બની રહે ?

ઉત્તર : કેવો વિચાર ? મનોમય વિચાર કયારેય પણ આંશિક તેમજ અજ્ઞાન માર્ગદર્શકથી વધુ કંઇ બની શકે જ નહિ.

પ્રશ્નઃ શારીરિક વિચારોનું કાર્ય શું છે ?

ઉત્તર : તેઓ શારીરિક વસ્તુઓ સામાન્ય પ્રકારના બાહ્ય અનુભવો, ટેવ મુજબના વિચારો અને કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે. શારીરિક મન આ વસ્તુઓ પ્રત્યે ઉપર છલ્લી દૃષ્ટિથી જુએ છે; વસ્તુઓ જેવી દેખાતી હોય છે એ જ રીતની એને માની લઈને એની જોડે સામાન્ય કહી શકાય એવી રીતનો વ્યવહાર કરતું હોય છે.

પ્રશ્ન : જ્યારે મનનું ચેતસિકરણ થઈ જશે ત્યારે નિમ્ન કક્ષાની શક્તિઓમાંથી આવતા વિચારો આપમેળે દિવ્ય વિચારોમાં રૂપાંતરિત થઈ જશે ખરું?

ઉત્તર : હા, અથવા તો એ વિચારો ખરી જશે અને પછી કયારેય આવશે જ નહિ.

You may also like...