હમેશાંં મારું સ્મરણ કરજે

યાદ રાખ, મારા બાળક, ઊંડે તારા આત્માની ગહનતામાં હું હંમેશા તારી સાથે છું, પ્રેમ કાળજી પૂર્વક તારા જીવન અને તારી પ્રગતિ ઉપર ચોવીસે કલાક નજર રાખું છું અને તારા લથડતા પગલાને દોરી રહી છું.

દુનિયામાં તું ગમે ત્યાં હો, મને યાદ કરજે. તને જ્યારે પણ થોડી ફુરસદ મળે ત્યારે મારા નામનો જપ કરજે. હું સર્વત્ર હાજર છું. બેટા, મારી હાજરી જોવા અને અનુભવવા માટે તારે અંતરમાં રહેલી સ્વીચ ઓન કરવાની છે. હું તારી અંદર છું, બહાર છું, ઉપર છું અને નીચે છું. તારા પક્ષે ઉસ્મા થકી તું મારા પ્રેમને અનુભવી શકશે.

યાદ રાખ હું કદી ઠપકો આપતી નથી કે શિક્ષા કરતી નથી. એ મારી પદ્ધતિ જ નથી. હું તો દિનરાત તારા હૃદયમાં માત્ર મારો પ્રેમ જ વહેવડાવવું છું.

યાદ રાખ કે તું મારુ સંતાન છે. હું તારાથી કદી ભોંઠપ અનુભવતી નથી. તારી હજાર  ભૂલો થાય તોપણ મારું સ્મરણ છોડીશ નહીં.

યાદ રાખ, મારું બાળક કદી નિષ્ફળ જતું નથી. તારી બધી યોજનાઓ અને સ્વપ્ન વિશે મને કહેજે. હું હંમેશા તારી સાથે જ છું.

યાદ રાખ, હું તારી માતા, પિતા, સલાહકાર અને સામ્રાજ્ઞી છું.

મને હંમેશા યાદ કરજે, કારણકે હું તારો સૌથી નજીકનો અને સૌથી પ્રિય મિત્ર છું. મારાથી કશું છુપાવીશ નહીં. તારી તમામ જરૂરિયાતો માટે મારા ઉપર આધાર રાખજે.

યાદ રાખ, બધા જ મારા સંતાનો છે.

યાદ રાખ કે હું તને ચાહું છું અને તારું રક્ષણ કરું છું. બેટા તું સાચેસાચ ભલો બન અને સદા સુખી રહે તેમ જોવા હું ઇચ્છું છું

યાદ રાખ, હું તમામ પ્રાણીઓના હૃદયમાં વસું છું. જ્યારે તું કોઈ પ્રત્યે સદભાવ રાખે ત્યારે યાદ રાખ કે તું ખરેખર મારા પ્રત્યે સદભાવ રાખે છે. સમુદ્ર સમાન ઉદાર થા. ભરી દે જગતને શુભ સંવેદનોથી. સરળ અને સીધો બની રહેજે. ભૂલ્યા વિના મને કાયમ યાદ રાખજે, તારા હૃદયમાં ઊંડો ઉતર અને શોધી કાઢ કે મને શું ગમશે.

યાદ રાખ, કદી જૂઠું બોલીશ નહિ. જે કાંઈ ઉમદા અને સુંદર છે એ બધું હું તારી પહોંચમાં હું મૂકી દઈશ.

સૌ પ્રત્યે ખૂબ જ શુભેચ્છા રાખજે.

કોઈપણ પ્રકારની સહાયની જરૂર પડે જ

ત્યારે મારું સ્મરણ કરજે કારણકે હું હંમેશા તારી સાથે જ છું. ચોવીસે કલાક. બેટા, તું યાદ રાખ કે પ્રભુની સેવા અર્થે સારું જીવન ખર્ચાય તો જ તે જીવવા લાયક બની રહે છે.

શ્રી માતાજી

You may also like...