અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું

મીઠો અને સુંદર પત્ર મેળવી હું ખૂબ જ ખુશ થઈ.

અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું અને મારો સંકલ્પ એ છે કે આ તારો દુષ્ટ દુશ્મન સદાને માટે હારી જ જાય અને તેનું પાછા આવવાનું અને તને ફરી પજવવાનું અસંભવ બની જાય.

એને તો સદાને માટે જવા જ દેવાનો  કે જેથી ફરી કદી પણ પાછો ના જ આવે.

મારો પ્રેમ અને શક્તિ તારી સાથે જ છે, તારામાં છે , ચોતરફ છે, તારી રક્ષા અને મદદ કરી સઘળી હાનિઓમાંથી તને ઉગારવા માટે.

૧૮ જાન્યુઆરી ૧૯૫૬

કુપા અવશ્ય એક દિવસ વિજયી થશે જ.

૧૮ જાન્યુઆરી ૧૯૫૬

શ્વેત ગુલાબ

You may also like...