મને તારો સરસ કાગળ મળ્યો અને હું તરત જ તને બીજી રોજનીશી મોકલું છું જેથી તું તેમાં તાત્કાલિક લખવાનું શરૂ કરી શકે.
મારો પ્રસ્તાવ એ છે કે એમાંની એક રોજનીશીમાં (શ્રી અરવિંદની) તારે દરરોજની એક પ્રાર્થના લખવી જ જેમાં તારે તારી અભીપ્સા અથવા તારી આભાર વૃત્તિ અથવા તારી આરાધના, જે પણ પ્રગતિ કરવાની હોય તેે બધું જ વ્યક્ત કરવાનું. તેમાં લંબાણપૂર્વક લખવાની જરૂર નથી. ફક્ત થોડી જ લીટીઓ, અને આ તને પોતાને સમજવામાં મદદરૂપ થશે. તું એવી રીતે લખજે કે જાણે તું તેમની અને મારી સાથે પ્રત્યક્ષ વાત કરતી હોય અને આ રીતે તું તેમની તથા મારી સાથે પ્રગાઢ પરિચયનું નિર્માણ કરશે. બીજી રોજનીશીમાં તેેંં જે રીતે કહ્યું તે રીતે લખજે .
૧૯ ડિસેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…