પૂજાલાલ દલવાડી
જન્મ
- ૧૭ જૂન-૧૯૦૧, નાપા – જિ,ખેડા
અવસાન
- ૨૭ ડિસેમ્બર – ૧૯૮૫, પોંડિચેરી
કુટુમ્બ
- માતા – ?, પિતા – રણછોડદાસ
- પત્ની -? , સંતાન -?
શિક્ષણ
- પ્રાથમિક, માધ્યમિક – ગોધરા, નડિયાદ
- ૧૯૧૮ – મેટ્રિક
તેમના વિશે વિશેષ
- ઇન્ટર સુધી પહોંચ્યા બાદ અભ્યાસ છોડી દીધો.
- અંબાલાલ પુરાણીના સમ્પર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર.
- ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક.
- ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ.
રચનાઓ
- કવિતા – પારિજાત, પ્રભાતગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ, મહાભગવતી, પાંચજન્ય, મુક્તાવલી, શુક્તિકા, દુહરાવલી, ગુર્જરી, વૈજ્યન્તિ, અપરાજિતા, કાવ્યકેતુ, સોપાનિકા, શતાવરી, દુઃખગાથા, ધ્રુવપદી, શબરી
- બાળ સાહિત્ય – બાલગુર્જરી, કિશોરકાવ્યો, કિશોરકુંજ, કિશોરકાનન, કિશોરકેસરી, મીરાંબાઈ’ – ગીતનાટિકા
- ગદ્ય – છંદપ્રવેશ, શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય, સાવિત્રી સારસંહિતા’
- અન્ય ભાષા – સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો
- અનુવાદ
- કવિતા – સાવિત્રી-ભા.૧-૬, મેઘદૂત
- ગદ્ય – પરમ શોધ, શ્રી અરવિંદનાં નાટકો, શ્રી માતાજીની શબ્દસુધા
સાભાર
- ગુજરાતી સાહિત્ય કોશ
- વિકિપિડિયા
- શ્રી. પી.કે.દાવડા