શ્રી અરવિન્દ સાથેના મારા પત્રવ્યવવહારના તેમજ ચૈત્યપુરુષ પ્રતિ ઉદ્ઘાટિત થયેલું મન. મન શ્રી અરવિન્દ સાથેના મારા પત્રવ્યવવહારના શરૂઆતના સમયથી જ હું શ્રી અરવિન્દને મન શું છે, એની પ્રકૃતિ શું છે અને એને ઉચ્ચ, પ્રકાશ તેમજ સત્ય પ્રતિ વાળવા માટેનો યોગ્ય માર્ગ કયો ? એ વિશે પ્રશ્નો પૂછતો હતો. આમ પ્રશ્નો પૂછવાનું પ્રયોજન તે મારા અવિકસિત મનને વિકસિત કરવાનું હતું એવું ન હતું. વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી આ પત્રવ્યવહાર સંપૂર્ણ થયો ન હતો. ત્યાં સુધી મને પોતાને જ એ ખબર ન હતી કે મેં એ પ્રશ્નો શા માટે પૂછયા હતા. મૅ એ પ્રશ્નો પૂછ્યા કારણ કે કોઈ કારણસર હું એમ કરવા પ્રેરાયો હતો. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મને એ સમજાતું ગયું હતું કે મારી સાધનામાં મન એ મુખ્ય સાધન બનવાનું હતું–આ મન તે પોતાની મર્યાદિત હદોમાં ઘૂમતું માત્ર બુદ્ધિજન્ય મન નહીં–પરંતુ ઉચ્ચ સત્ય પ્રતિ ગ્રહણશીલ, નમનીય, ઉચ્ચ સત્યના આદેશ હેઠળ કાર્ય કરી શકે એવું, તેમજ ચૈત્યપુરુષ પ્રતિ ઉદ્ઘાટિત થયેલું મન.
શ્રી અરવિન્દ અને શ્રી માતાજી તરફથી મળી આવતી મદદને લઇને જેમ જેમ મરા મનનો વિકાસ સધાતો ગયો તેમ તેમ મારા પત્રોના ઉત્તરો વધુને વધુ ટૂંકા થતા ગયા. પ્રથમ તો મને એનાથી આંચકો લાગ્યો હતો. પરંતુ પછીથી મને એ સમજાયું હતું કે શ્રી અરવિન્દ એમ ઇચ્છતા હતા કે હું મારી સાધના વિશેના પ્રશ્નોનું નિરાકરણ, આપમેળે જ મેળવું અને એ નિરાકરણોને તેઓ સમક્ષ ફક્ત ચોકસાઈ કરાવવા પૂરતા મોકલી આપું. થોડા સમય પૂરતું તો હું આ પ્રકારના માનસિક વિકાસને–કે જેને લઇને હું શ્રી અરવિન્દ તરફથી મળી આવતા મન પસંદ તેમજ અમૂલ્ય ઉત્તરોથી વંચિત રહી જતો હતો–સમજી શકયો ન હતો. અને મૅ થોડો વિરોધ પણ નોંધવ્યો હતો; પરંતુ છેવટે તેઓએ મને સાચી સમજ આપી શાન્ત કરી દીધો–સાચી સમજ એ કે આધ્યાત્મિક ક્ષેત્રમાં મનનો સાચો વિંકાસ અશાંત પ્રશ્નોત્તરી કરવાથી કે કલ્પનાઓમાં ભમ્યા કરવાથી થતો નથી પરંતુ મનની શાન્ત રહી શકવાની તથા એના પોતાનાથી પર રહેલા સત્યને શોધી નાખવાની મનની ક્ષમતા કેળવવામાં જ મનનો સાચો વિકાસ સમાયેલો છે. મન જેટલું તીક્ષ્ણ ગતિથી ઊર્ધ્વમાં ઉડ્ડયન કરે એટલું જ એ તેજસ્વી બનતું જાય છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…