શ્રી માને હુતા નો પત્ર:

મારી વહાલી મા,

જ્યારે મારી જમણી આંખ ફરકે છે ત્યારે મને લાગે છે કે આ શુભ ચિન્હ નથી; નક્કી કંઈ અનિષ્ટ થશે અને હું ગભરાઈ જાઉં છું.

શ્રીમા નો જવાબ:

મારા વહાલા નાના બાળક,

તારી જમણી આંખ ફરકે છે તે માટે બીવા જેવું કંઈ જ નથી. તે કોઈપણ શુભ કે અશુભનુ જરીકે ચિન્હ નથી જ. આ કેવળ બીક જ છે કે જે તને અસ્વસ્થ બનાવે છે.

૨૧ જાન્યુઆરી ૧૯૫૬

શ્રી માને હુતા નો પત્ર:

પ્રિય મા,

વક્ષસ્થળ ની મધ્યમાં જ્યાં સૂક્ષ્મ હૃદય છે ત્યાં ક્યારેય ઓચિંતી અસામાન્ય મીઠી હુંફ અનુભવું છું અને ક્યારેક અણધારી ઠંડક કે.જે આનંદદાયક મંદ મંદ વાયુની લહેરની જેમ મારા હૃદયમાં આવે છે. આ લાગણી હું શબ્દો દ્વારા વર્ણવી શકતી નથી.

શ્રી મા નો જવાબ:

તે તો પ્રેમની હુંફ અને શાંતિની ઠંડક છે.

૨૧ જાન્યુઆરી ૧૯૫૬

શ્વેત ગુલાબ

શ્રી માતાજી

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago