મારી મદદ અનુભવતા શીખી લેવું જોઇએ
મને જોઈએ છે કે તું આ ક્રૂર બળોથી મુક્ત થઈ જ જા, કે જે તને ખૂબ જ દુઃખી કરે છે. તને તેઓની દુષ્ટ પકડમાંથી બચાવવા માટે આંતરિક રીતે હું સતત કાર્ય કરી રહી છું. મારી શક્તિ, વિચારશીલતા અને પ્રેમ વડે હું તને કદી એક ક્ષણ માટે પણ તજતી નથી. આ નિરંતર તેના રક્ષણ અને મદદ સાથે તને વીંટળાયેલા છે. એ તો ફક્ત શારીરિક દ્રષ્ટિએ હું તને મળી શકતી નથી અને તારી સાથે હંમેશ વાત કરી શકતી નથી, કારણ કે હું ખૂબ જ વ્યસ્ત છું અને મારે વસ્તુઓ કરવાની હોય છે. એટલે જ્યારે વસ્તુઓ મુશ્કેલ બની જાય ત્યારે તારે હંમેશ મારી ખરી હાજરી તેમજ મારી મદદ અનુભવતા શીખી લેવું જોઇએ.
જો તું દરરોજ થોડો સમય કોઈપણ જગ્યાએ તને જ્યાં સગવડ હોય ત્યાં પ્રાર્થના, આરાધના અને ધ્યાનમાં ગાળી શકે તો તે સારું છે.
આ દરમિયાન હિંમત અને શ્રદ્ધા રાખ. હું તને તારા જન્મદિવસે, આવતા મહિનાની પહેલી તારીખે મળીશ (એ હેતુથી કે) તને નવો જન્મ આત્મા માં (જન્મ) આપવા માટે, તને સશક્ત અને શાંત બનાવવા માટે.
25 ઓક્ટોબર, ૧૯૫૫
(શ્વેત ગુલાબ)