મારુ કોઈ પણ બાળક શૂન્ય હોય જ ન શકે

તારો જવાબ તદ્દન સાચો હતો. મારુ કોઈ પણ બાળક શૂન્ય હોય જ ન શકે. હકીકતમાં તો મારા પ્રત્યેક બાળકની પોતાની ખાસ જગ્યા છે અને તેણે એક વિશેષ ધ્યેય પરિપૂર્ણ કરવાનું છે. હું તે બધાને સમભાવે ચાહું છું અને દરેકના હિત અને વિકાસ માટેની ખરી જરૂરિયાત પ્રમાણે, કોઈ ભેદભાવ કે પસંદગી વગર કાર્ય કરું છું.

જે જ્ઞાન માટે મેં તને વચન આપેલું છે તે તત્વજ્ઞાન, વિજ્ઞાન કે કલાકૌશલ્ય નું ઉપર છલ્લુ જ્ઞાન નથી. એતો પરમ પ્રભુના જ્ઞાનનું, પરમ પ્રભુ સાથે એકરૂપ થવાના માર્ગના જ્ઞાનનું વચન છે. કેવળ આ એક જ જ્ઞાન મેળવવું ઈચ્છવા યોગ્ય છે. આ પ્રમાણે તારું કહેવું પણ સાચું છે.

હુમલાઓ તો લાંબા કાળની ઘટના છે. તેઓને અચાનક રોકવાનું એ તુમ સરળ ના થઈ શકે. પરંતુ એક દિવસ તો તેઓને અટકી જવું જ પડશે. આ દરિમયાન મેં તને આપેલા વચનમાં વિશ્વાસ રાખ અને કે જે હંમેશ પ્રાપ્ય છે તેને તું પોકાર કે જેથી તેઓને અલ્પકાલીન અને ઓછા તીવ્ર બનાવી શકાય.

૬ નવેમ્બર ૧૯૫૫

શ્વેત ગુલાબ

You may also like...