પ્રશ્નઃ મનસનું કાર્ય શું છે ?
ઉત્તર : વસ્તુઓનો અનુભવ કરવો અને એના પ્રત્યે મનોમય પ્રતિભાવ વ્યક્ત કરવો તેમજ બુદ્ધિને એની અસરો પહોંચાડવી.
પ્રશ્નઃ આપણી સાધનાપદ્ધતિમાં મનસનું સ્થાન શું છે ?
ઉત્તર : એક નિયમ તરીકે હું આ શબ્દોનો (મનસ વિ.) પ્રયોગ કરતો નથી-આ પારિભાષિક શબ્દો જૂના યોગમાર્ગની માનસશાસ્ત્રીય ભાષાશેલીના શબ્દો છે.
પ્રશ્નઃ મનસ અને ચિત્ત વચ્ચે ચોક્કસ સંબંધ શું છે ?
ઉત્તર : ચિત્ત મનોમય ચેતનાનું સામાન્ય દ્રવ્ય છે કે જે ચેતના મનસ તેમજ બીજી બધી જ વસ્તુઓને આધાર આપે છે. એ એક પ્રકારની અનિશ્ચિત ચેતના છે જે વિચારો, સ્મૃતિઓ, ઈચ્છાઓ, લાગણીઓ, આવેગો તેમજ સમજશક્તિના રૂપમાં નિશ્ચિતતા ધારણ કરે છે. (ચિત્તવૃત્તિ)
પ્રશ્નઃ શું એ સાચું નથી કે ચિત્ત કોઈક વખત સામાન્ય પ્રકતિમાંથી કંઈક ગ્રહણ કરે છે અને પછી એ વસ્તુને વિચારો, ઇચ્છાઓ વિ. માં નિશ્ચિત રૂપ આપી દે છે?
ઉત્તર : બંને રીતે એમ થાય છે. ચિત્ત આ બધી વસ્તુઓને ગ્રહણ કરે છે પછી એમાંથી કંઇક ઘડી નાખવા માટે એ વસ્તુઓને તે મન તથા પ્રાણને આપે છે અને આમ સર્વ કંઇ બુદ્ધિને પહોંચાડવામાં આવે છે. જો કે ચિત્ત બુદ્ધિમાંથી પણ વિચારો ગ્રહણ કરે છે અને એ વિચારોને ઈચ્છાઓ, સંવેદનો અને આવેગોમાં ફેરવી નાખે છે.
પ્રશ્નઃ આપ જણાવો છો ‘ચિત્ત આ બધી વસ્તુઓને ગ્રહણ કરે છે પછી એમાંથી કંઈક ઘડી નાખવા માટે એ વસ્તુઓને તે મન તથા પ્રાણને આપે છે અને આમ સર્વ કંઇ બુદ્ધિને પહોંચાડવામાં આવે છે’ તો એનો અર્થ શું એમ કરી શકાય કે ચિત્ત જાતે કોઈ વસ્તુને આકાર આપતું નથી પણ મન તથા પ્રાણ વસ્તુઓ ઘડે છે ?
ઉત્તર : ચિત્ત એ એક ચેતના છે કે જેના થકી સર્વ કંઇ ઉત્પન્ન થાય છે. પરંતુ રૂપોનું ઘડતર તો મન કે પ્રાણ અથવા બીજી કોઈ શક્તિ દ્વારા થતું હોય છે – જો કે એ બધી શક્તિઓ પોતાના મૂળ સ્વરૂપે તો ચિત્તના સ્વપ્રકટીકરણ માટેનાં સાધનો જ હોય છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…