‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો
‘સાવિત્રી’ ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે છે:
“અજ્ઞાન અને મૃત્યુની પક$માં આવેલો, પોતાની સત્તાના દિવ્યસત્યને ધારણ કરતો, પ્રતિનિધિ આત્મા તે સત્યવાન છે, પરમ સત્યની દેવી સૂર્યની પુત્રી સાવિત્રી અજ્ઞાન અને મૃત્યુમાંથી જીવોને મુક્ત કરવા માટે પૃથ્વી ઉપર અવતરી છે, તેને પાર્થિવ પિતા અશ્વપતિ અશ્વોને। રાજા એટલે કે પ્રાણમય શક્તિઓનો સ્વામી તે તપસ્યાનો પણ સ્વામી છે. પોતાની આપ્યાત્મિક શક્તિની એકાત્રતાથી માનવજાતને મર્ત્યતામાંથી અમરતા તરફ ઊંચે લઈ જવામાં તે મદદ કરી રહ્યો છે.સત્યવાનનો પાર્થિવ પિતા ઘુમત્સેન તે દિવ્ય મનનું પ્રતીક છે કે જે અંધારામાં પડયું છે, જેણે પોતાની દૃષ્ટિનું દિવ્ય સામ્રાજય ગુમાવી દીધું છે, અને તેની ભવ્યતાનું સામ્રાજ્ય પણ ગુમાવી દીધું છે, તેમ છતાં આ કંઇ માત્ર રૂપક કથા જ નથી. આ બધાં પાત્રો એ જીવંત અને સચેતન શકિતઓનું અવતરણ છે, કે જેના દ્વારા આપણે તેના સધન સંપર્કમાં આપી શકીએ અને તે મર્ત્ય માનવને અમરતા અને દિવ્યચેતનાનો માર્ગ બતાવવા માનવ શરીર પણ ધારણ કરી શકે.”
આ રીતે ‘સાવિત્રી’ના પાત્રોમાં સાવિત્રી, અશ્વપતિ, સત્યવાન, ત્રિકાલજ્ઞ નારદમુનિ, સાવિત્રીની માતા, ઘુમત્સેન, યમ, મુખ્ય છે. તદુપરાંત દૃશ્ય અને અદૃશ્ય જગતની અનેક સત્તાઓ, દેવો, અસુરો વગેરે પણ ‘સાવિત્રી’ના અદૃશ્ય પાત્રો છે. આ સ્થુલ જગતની સાથે સાથે અનેકાનેક સૂક્ષ્મ દિવ્ય જગતો અને ભાવિમાં પ્રગટ થનાર પ્રભુનું દિવ્ય મધ્રુર જગત પણ આ કથામાં આલેખાયેલું છે