12. માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ

માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ:

કાર્ય અને સેવારૂપી આ શૂદ્ર સ્વભાવ અને ધર્મનો પૂર્ણતયા વિકાસ થતા તેની અંદર અત્યંત આવશ્યક અને સુંદર તત્વના દર્શન થાય છે અને તેમાં જ ઉચ્ચતમ આધ્યાત્મિક વિકાસના રહસ્યની ચાવી રહેલી છે.

શુદ્ર-પ્રકૃતિના પૂર્ણ વિકાસ સાથે આત્માની શક્તિઓ સાથે સંબંધ ધરાવતી શક્તિઓ જાગ્રત થાય છે. જેવી કે-

  • બીજાઓની સેવા કરવાની શક્તિ
  • પ્રભુ અને મનુષ્યના કામ અને ઉપયોગ માટે પોતાના જીવનને ખર્ચી નાંખવાની શક્તિ
  • મહાન પ્રભાવ અને આવશ્યક અનુશાસનનો સ્વીકાર કરી , તે પરમની આજ્ઞાને અનુશરણ કરવાની શક્તિ
  • ફળની અપેક્ષા રાખ્યા વિના સેવા અને પ્રેમને ભૌતિક ક્ષેત્રમાં ઉતારી લાવવાની શક્તિ
  • પૂર્ણ આત્મસમર્પણની શક્તિ – એટલે કે પોતાના મન, પ્રાણ અને શરીર, અંતરાત્માની શક્તિને પ્રભુ અને મનુષ્યની સેવાર્થે સોપી દેવાની પ્રબળ કામના

આ પૂર્ણ આત્મા સમર્પણની શક્તિ પાસે રહેલી છે આધ્યાત્મિક જીવનના ક્ષેત્રના દ્વાર ખોલવાની રહસ્યમય ચાવી.

શૂદ્ર-ધર્મની પૂર્ણતા તથા શૂદ્ર-સ્વભાવની મહત્તા ઉપરોક્ત શક્તિઓમાં નિહિત છે. જો આ તત્વો મનુષ્યની અંદર વિદ્યમાન નથી થતાં તો તે પૂર્ણ કે સર્વાંગ સંપન્ન બની શકતો નથી.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago