ગીતાની રચના સમયે – ગીતાના ઉદબોધન કાળે આ પ્રથા વિદ્યમાન હતી અને આ વર્ણ-વ્યવસ્થાનો આદર્શ ભારતીય માનસમાં ઘર કરી ગયો હતો અને ગીતા આ ઉચ્ચ આદર્શ નો અને એને મળેલી ધાર્મિક માન્યતા આમ બંનેનો સ્વીકાર કરી માન્ય રાખે છે. શ્રીકૃષ્ણ કહે છે, “ મેં જ ચાતુર્વણ્ય વ્યવસ્થાનું ગુણ કર્મ વિભાગ અનુસાર સર્જન કર્યું છે.
चातुर्वर्ण्यम् मया सृष्टम् गुण-कर्म-विभागशः ।
तस्य कर्तारम् अपि माम् विद्धि अकर्तारम् अव्ययम् ॥4-13
**
Sri Aurobindo’s Interpretation
The fourfold order was created by Me according to the divisions of quality and active function. Know Me for the doer of this (the fourfold law of human workings) who am yet the imperishable non-doer.
આ શ્લોક ના આધારે પૂર્ણ રીતે એ નિષ્કર્ષ પર ન આવી શકાય કે ગીતા આ પ્રથાને સનાતન અને સાર્વભૌમ- વિશ્વવ્યાપી સામાજિક વ્યવસ્થા માનતી હતી. અન્ય પ્રાચીન શાસ્ત્ર તેનો સ્વીકાર કરતા ન હતા; તેઓ તો સ્પષ્ટ રૂપે જણાવતા હતા કે આદિકાળમાં તેનું અસ્તિત્વ જ ન હતું અને વિકાસના પરિવર્તન કાળચક્રમાં તેનો અંત આવી જશે. છતાં પણ આ શ્લોક વડે એટલું તો સમજાય છે કે સામાજિક મનુષ્યના ચતુર્વિધ કર્તવ્ય પ્રત્યેક સમાજની ચૈતસિક અને આર્થિક આવશક્યતાઓમાં સામાન્ય રીતે અંતર્નિહિત માનવામાં આવતું હતું અને તેથી એને માનવના સમષ્ટિગત તેમજ વ્યક્તિગત જીવનમાં વ્યક્ત થતા પરમાત્માનું વિધાન સમજવામાં આવતું. ગીતાના આ શ્લોકને વાસ્તવમાં વૈદિક પુરુષ-સૂક્તના સુપ્રસિદ્ધ પ્રતીકનું એક બૌદ્ધિક વિસ્તાર યા તો બૌદ્ધિક રૂપાંતર કહી શકાય.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…