પ્રાચીન સ્મૃતિકારો વંશની અનુક્રમિકતાનો સ્વીકાર કરે છે ખરા પરંતુ સબળ અને વાસ્તવિક આધાર તો એકમાત્ર ગુણ, શીલ અને સામર્થ્ય હોય એવો આગ્રહ રાખ્યો હતો અને એના વિના વંશાનુગત સામાજિક પદ-મર્યાદા એટલે કે સામાજિક સ્થાન આધ્યાત્મિકતા વગરનું એક જૂઠાણું બની રહે છે કારણ કે તે પોતાનો સાચો અર્થ ખોઇ બેસે છે. ગીતા પણ કાયમની જેમ આંતરિક સત્યને જ પોતાની વિચારધારાનો આધાર બનાવે છે અને તેને સુપ્રતિષ્ઠિત પણ કરે છે. નિઃસંદેહ એક શ્લોકમાં ગીતા सहजम् कर्म (18.48) – વ્યક્તિના જન્મની સાથે ઉત્પન્ન થયેલ કર્મ નો ઉલ્લેખ કરે છે પરંતુ એનો અર્થ એવો નથી કે આનુવંશિકતા તેનો આધાર છે.
सहजम् कर्म कौन्तेय सदोषम् अपि न त्यजेत् ।
सर्वारम्भाः हि दोषेण धूमेन अग्निः इव आवृताः ॥18.48
**
Sri Aurobindo’s Interpretation
The inborn work, O son of Kunti, though defective, ought not to be abandoned. All actions (in the three Gunas) indeed are clouded by defects as fire by smoke.
હિંદમાં પુનર્જન્મનો જે વાદ પ્રચલિત છે તેનો ગીતા સ્વીકાર કરે છે અને તે અનુસાર મનુષ્યની જન્મજાત પ્રકુતિ અને જીવનધારા મૂલતઃ તેના પૂર્વ જન્મો દ્વારા જ નિર્ધારિત થતું હોય છે. એટલે કે પૂર્વ જન્મોના કર્મો તેમજ માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિના આધારે જે આત્મવિકાસ સાધ્યો હોય છે તે જ એનો આ જન્મનો સહજ સ્વભાવ અને જીવન બનેલા હોય છે. અને એ વસ્તુઓ એના પૂર્વજોના કે માતા-પિતા કે શારીરિક જન્મના સ્થૂલ તત્વ ઉપરજ અવલંબિત ના હોઈ શકે. સહજ શબ્દ નો અર્થ એટલે ‘સાથે જન્મેલું’ , જે કાંઈ સ્વભાવિક છે, જન્મજાત છે અંતર્નિહિત હોય છે. એનો સમાનાર્થી શબ્દ બીજા શ્લોકોમાં આવે છે તે स्वभावजम् – એટલે કે સ્વભાવમાંથી જન્મેલું – છે. મનુષ્યનો કામ ધંધો તેમજ કર્તવ્ય તેના ગુણો દ્વારા જ નિર્ધારિત થતાં હોય છે , એનું કર્તવ્ય – કર્મ એના પોતાના સ્વભાવ પ્રમાણે જ થતું હોય છે – स्वभावनियतं कर्म(18.47) . કર્મ, કર્તવ્ય અને કાર્ય વ્યાપારમાં પ્રગટ થતો આંતરિક ગુણ-ભાવ ઉપર ગીતા જે ભાર મૂકે છે તેના વડે ગીતાનો કર્મ સબંધી ખ્યાલનો સમગ્ર આશય આપણને સમજાય છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…