મનની અંદર સ્થિર સ્થાપિત શાંતિ અને નિશ્વલ નીરવતા મેળવવાનું કાર્ય સાધનામાં સૌથી પહેલું કરવાનું છે. એના વિના તમને કદાચ આધ્યાત્મિક અનુભૂતિઓ થશે પરંતુ કાયમનું કાંઇ પણ નહિ ટકે. નીરવ મનની અંદર જ સાચી ચેતનાનું ઘડતર થઇ શકે છે.
અચંચળ મનનો અર્થ એવો નથી કે મનમાં વિચારો કે માસિક કિ્યાઓ મનની સપટી ઉપર થતી અનુભવાશે અને તમારું સાચું સ્વરૂપ અંતરમાંએ બધાથી જુદું તમે અનુભવશો. તમારું એ સાચું સ્વરૂપ પ્રકૃતિની કિ્યાઓના પ્રવાહમાં તણાયા વગર સાક્ષી રૂપે તેમનું નિરીક્ષણ કરતું તથા એમના સારાનરસાપણાનો નિર્ણય કરવાનો શકિતમાન હશે, તથા એમાંથી જે ત્યાગવા જેવું હશે તે બધાનો ત્યાગ કરશે તથા સાચી ચેતના અને સાચી અનુભૂતિ રૂપ જે કાંઈ હશે તે સઘળાનો સ્વીકાર કરીને તેને સાચવી રાખશે.
મનની નિષ્કિ્ય અવસ્થા હોય એ સારી વસ્તુ છે, પરંતુ કેવળ સત્ય પ્રત્યે તથા દિવ્ય શકિતના સ્પર્શ પ્રત્યે જ નિષ્કિ્ય થવાની સાવચેતી રાખજો. જો તમે અધોગામી પ્રકૃતિનાં સૂચનો પ્રત્યે અને તેની અસરો પ્રત્યે નિષ્કિ્ય બનશો, તો તમે સાધનામાં પ્રગતિ નહિ કરી શકો. અથવા તો તમને સાધનાના સાચા માર્ગથી અતિ દૂર ખેંચી જનાર વિરોધ શકિતઓના હુમલા પ્રત્યે તમે તમારી જાતને ખુલ્લી મૂકશો.
મનની આ દૃઢ અચંચળતા અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે, તથા બાહય પ્રકૃતિથી જુદો અને છૂટો ઉભો રહેનાર, પ્રકાશ અને સત્ય પ્રત્યે સદા અભિમુખ એવો તમારો અંતરાત્મા છે તેની સતત અનુભૂતિ થાય તે માટે મા ભગવતીની અભીપ્સાપૂર્વકપ્રાર્થના કરો.
આપણી ચેતનાના નીચલા થરોની, એટલે કે માનસિક, પ્રાણમય અને અન્નમય કોશની શકિતઓ સાધનાના માર્ગમાં આડે આવનારી શકિતઓ છે. એ અજ્ઞાની શકિતઓની પછળ મનોમય, પ્રાણમય અને સૂક્ષ્મ અન્નમય લોકોમાં રહેલી પ્રભુવિરોધી શકિતઓ ઉભી રહેલી છે. સાધકનાં મન અને હદય બન્ને પ્રભુ-પ્રાપ્તિની અનન્ય અભીપ્સાવાળા, એકલક્ષી અને એકાગ્ર બને ત્યાર પછી જ એ વિરોધી શકિતઓનો સામનો કરી શકાય.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…