21. જીવનમાં માનવના ચાર-વર્ગો એ તો મનુષ્યત્વના આત્મવિકાસ માટેની ચાર અવસ્થાઓ છે

જીવનમાં માનવના ચાર-વર્ગો પાડવાનો બાહ્ય વિચાર ઉપર જે દિવ્ય કર્મ નું સત્ય જણાવ્યું તેનું વધારે બહિર્મુખ કાર્ય માત્ર છે, ત્રિગુણના વ્યાપારમાં તેમની અનંત ક્રિયાઓનું એક પાસુ માત્ર છે. એ સાચું છે કે આ જન્મમાં માનવ મોટેભાગે ચાર શ્રેણીઓમાંથી કોઈપણ એક શ્રેણીમાં વિભાજિત થતો હોય છે –

જ્ઞાની પુરુષ, સામર્થ્યવાન મનુષ્ય, ઉત્પાદન શીલ પ્રાણિક મનુષ્ય અને સ્થૂળ સેવા અને મજૂરી કરનાર સેવા ગ્રસ્ત મનુષ્ય.

આ બધા ભેદો કાંઈ મૂળભૂત ભેદો નથી પરંતુ આપણા મનુષ્યત્વના આત્મવિકાસ માટેની અવસ્થાઓ છે. માનવ અજ્ઞાન ને જડતા નો બોજ પર્યાપ્ત પ્રમાણમાં લઈને પોતાના જીવનનો આરંભ કરે છે.

એની પ્રથમ અવસ્થા સ્થૂલ શ્રમની હોય છે કે એમાં શરીરની અવશક્યતાઓ, પ્રાણના આવેગો અને વિશ્વ-પ્રકુતિની જરૂરિયાતો અને આવશ્યકતાઓને લઈને તેમજ સમાજ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ દબાણને કારણે તેને ગ્રામ્ય મજૂરી કરવાની ફરજ પડે છે એવા પ્રાણિક તમસ દ્વારા સંચાલિત થતાં લોકો શુદ્ર હોય છે, સમાજના દાસ હોય છે. જીવનની બહુવિધ લીલામાં બાકી શ્રેણીના મનુષ્યોની તુલનામાં શ્રમદાન સિવાય બીજું કાંઈ પણ આપવાની ક્ષમતા હોતી નથી અથવા હોય છે તોપણ તે ખૂબ જ અલ્પ માત્રામાં હોય છે.

કાર્ય પ્રવૃત્તિ દ્વારા મનુષ્ય પોતાની અંદર રજોગુણનો વિકાસ કરે છે અને આપણને જે શ્રેણીના મનુષ્યની પ્રાપ્તિ થાય છે તે ઉપયોગી સર્જન, ઉત્પાદન, સંગ્રહ, ઉપાર્જન અને ઉપભોગની સહજ વૃત્તિથી દોરાતો આર્થિક અને પ્રાણ પ્રધાન ત્રીજી શ્રેણીનો મનુષ્ય વૈશ્ય હોય છે.

આપણી પ્રકૃતિના રાજસિક કે પ્રવૃત્તિમય ગુણનું વધારે ઉત્કર્ષ થવાથી એક એવો ક્રિયાશીલ આપણા જોવામાં આવે છે જેની અંદર પ્રબળ સંકલ્પશક્તિ તેમજ અધિક સાહસપૂર્ણ મહત્વકાંક્ષાઓ હોય છે. એનામાં યુદ્ધ કરવાની કર્મ કરવાની વૃત્તિ હોય છે. એનામાં પોતાના સંકલ્પને ક્રિયાન્વિત કરવું, નેતૃત્વ કરવું, આદેશ આપવું, શાસન કરવું, જનસમુદાયને પોતાને રસ્તે ચલાવવાની એક સહજ વૃત્તિ હોય છે. એવી વ્યક્તિ યોદ્ધો, નેતા, શાસક, સરદાર રાજા હોય છે- એ ક્ષત્રિય હોય છે.

અને જ્યારે સાત્વિક મન પ્રબળ હોય છે ત્યારે આપણને બ્રાહ્મણની પ્રાપ્તિ થાય છે- એટલે કે એનામાં જ્ઞાન પ્રાપ્ત કરવાની વૃત્તિ હોય છે. તે વિચાર, ચિંતન અને સત્યની ખોજ કરનારો જિજ્ઞાસુ વ્યક્તિ હોય છે. એવી વ્યક્તિ જીવનમાં આધ્યાત્મિક શાસન લાવે છે અને તેના દ્વારા તે પોતાના વિચારોને અને જીવનની ગતિવિધિને આલોકિત કરે છે.

You may also like...