23. પ્રત્યેક જીવ પોતાની આધ્યાત્મિક પ્રકૃતિમાં આ ચારેય પાસાને ધારણ કરતો હોય છે

ચાતુર્વર્ણ્યની અસલ સત્ય તે એનું બાહ્ય સ્વરૂપ નથી, પરંતુ આપણા અંતરઆત્માની ક્રિયાશીલ શક્તિ છે. આધ્યાત્મિક પ્રકૃતિની ચતુર્વિધ સક્રિય શક્તિ એ છે એનું સત્ય. પ્રત્યેક જીવ પોતાની આધ્યાત્મિક પ્રકૃતિમાં આ ચારેય પાસાને ધારણ કરતો હોય છે

  • પહેલું પાસું છે જ્ઞાનમય સત્તા,
  • બીજું પાસું છે બળ એટલે કે શક્તિ સત્તા,
  • ત્રીજું પાસું છે પારસ્પરિકતા એટલે કે આદાનપ્રદાન આત્મક સત્તા, અને
  • છેલ્લું પાસું છે સેવાત્મક સત્તા.

પરંતુ કાર્યમાં અને તેની અભિવ્યક્તિમાં એમાંનું એક કે બીજું પાસું આગળ પડતું હોય છે તથા જીવન વ્યવહારમાં આત્મા જે સ્થૂલ પ્રકૃતિ સાથે વ્યવહાર કરે છે તેને એ પાસું પોતાના રંગે રંગી દે છે. અન્ય શક્તિઓનું નેતૃત્વ કરી તેની ઉપર પોતાની છાપ લગાવી દે છે અને એમને કર્મ, પ્રવૃત્તિ અને અનુભૂતિના કાર્યમાં પ્રયોજે છે. ત્યાર પછી સ્વભાવ સામાજિક વર્ણ વિભાગમાં પ્રતિપાદિત થયેલ કર્તવ્યોભેદ અનુસાર સ્થૂળ અને અફર સ્વરૂપે નહીં પરંતુ સૂક્ષ્મ રીતે સ્થિતિસ્થાપકતા સહિત અનુસરે છે અને એનો વિકાસ સાધતાં સાધતા અન્ય ત્રણ શક્તિઓનો વિકાસ કરે છે. આ રીતે જોતા કર્મ અને સેવાની શુદ્ર વૃત્તિનો યથાર્થ રીતે અનુસરણ કરવામાં આવે તો એનાથી જ્ઞાનનો વિકાસ થાય છે, શક્તિમાં વૃદ્ધિ થાય છે, પરસ્પર ઘનિષ્ઠતા કે પૂર્વાપર સંબંધ વધે છે.

You may also like...