24. પૂર્ણતા પ્રાપ્ત કરવાની પહેલી શરત છે વ્યક્તિગત સ્વધર્મ અને કર્મોને સાત્વિક માર્ગે પહોંચાડવાનું
ચતુર્વિધ દેવત્વનો પ્રત્યેક પાસુ/પક્ષ પ્રકૃતિમાં પોતાનું પ્રધાન સ્વભાવિક તત્વનું સંવર્ધન કરીને બીજા ત્રણેય પાસાં / પક્ષો દ્વારા સમૃદ્ધ બનીને તે પ્રધાન પાસું પૂર્ણતા પ્રતિ પ્રગતિ કરે છે. આ પ્રગતિ ત્રિગુણના નિયમોનુસાર થાય છે.
- જ્ઞાનમય ધર્મને અનુસરણ કરવાનો એક તામસિક અને રાજસિક પ્રકાર પણ હોઈ શકે,
- શક્તિના ધર્મને અનુસરણ કરવાનો એક તામસિક અને સાત્વિક માર્ગ પણ સંભવ છે,
- કર્મ અને સેવાના ધર્મને અનુસરણ સમર્થ રાજસિક કે સુંદર અને ઉદ્દાત સાત્વિક માર્ગ પણ હોઈ શકે છે.
પૂર્ણતા પ્રાપ્ત કરવાની પહેલી શરત છે આપણને જીવન માર્ગે દોરનાર વ્યક્તિગત સ્વધર્મ અને કર્મોને સાત્વિક માર્ગે પહોંચાડવાનું અને સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું કે અંતરનો સ્વધર્મ કોઈપણ બાહ્ય સામાજિક અન્ય રૂપના કર્મ, ધંધો કે કર્તવ્યના બંધનમાં બંધાઈ જતો તો નથી ને.
ઉદાહરણ અર્થે, માનવનું અંદરનું તત્ત્વ સેવા કરીને તૃપ્ત થતું હોય છ્તાં તે જ્ઞાનની શોધ કરનારું હોય શકે છે. સંઘર્ષ પ્રધાન કે ઉત્પાદન અને આદાન-પ્રદાનના જીવનને સાધન બનાવી પોતાની શ્રમ અને સેવા કરવાની દિવ્ય પ્રેરણાને તૃપ્ત કરતું પણ હોય શકે છે.