મહાભારતના વનપર્વમાં માર્કેંડય ઋષિએ પાંડવ જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠરને આ કથા સંભળાવી હતી. આ કથા ‘ધર્મ –વ્યાધગીતા ‘ તરીકે જાણિતી છે. આ કથામાં વ્યાધ (કસાઈ) દ્વારા વિદ્વાન બ્રાહ્મણને અપાયેલ ઉપદેશને સમાવી લેવામાં આવ્યો છે.સ્વામી વિવેકાનંદે પોતાના વ્યાખ્યાન ‘ ફરજ એટલે શું ?’ માં આ કથાને આધાર બનાવી કહ્યું હતું કે આ કથા વેદાંતની સૌથી ઊંચી ઊડાનનું પ્રતિનિધિત્વ કરે છે. આપણું દુર્ભાગ્ય છે કે આવી સુંદર કથા હિંદુ ધર્મ–શિક્ષણમાં ચર્ચા–ચિંતનનો વિષય બની શકી નથી. જો તે પ્રમાણે થયું હોત તો પ્રવર્તમાન જાતિ–વ્યવસ્થાનો કયારેયનો અંત આવી ગયો હોત.
કથા આ પ્રમાણે છે–
એ
ઘમંડી યુવાન મનોમન વિચારે છે – હે પામર સ્ત્રી, તું મને વાટ જોવા માટે કઈ હેસિયતથી કહે છે? તને હજી મારી શક્તિનો પરિચય થયો નથી! ત્યાં જ પેલી સેવાનિષ્ઠ સ્ત્રીનો અવાજ સંભાળાય છે, “ હે બેટા, તું તારી શક્તિ બાબતે વધારે વિચાર કરીશ મા ! હું કાંઈ જંગલની કાગડી કે બંગલી નથી કે ભસ્મ થઈ જઈશ.” આ સાંભળી યુવાન બ્રાહ્મણ ચોંકી ઊઠે છે – આ સ્ત્રીને તે પક્ષીની વાત કઈ રીતે જાણી ?!!! તે યુવાન આ જાણવાની જિજ્ઞાશા સાથે વાટ જોવા લાગ્યો. થોડીવારમાં તે સેવાભાવી ગૃહિણી સ્નેહ સાથે યુવાન બ્રાહ્મણ માટે ભિક્ષા લઈ દરવાજે આવે છે. યુવાને જ્યારે આ જંગલમાં ઘટેલ ઘટના બાબતે સ્ત્રીને પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેણે કોઈ તપસ્યાને બળે આ જાણ્યું નથી પરંતુ પૂર્ણ અને હર્ષ સાથે પોતાનો ગૃહિણી ધર્મ નિભાવી રહી છે તેને કારણે તે આપોઆપ પ્રબુધ્ધ બની ગઈ છે અને તેની સામે બધું જ સ્વયંભૂ ઉજાગર થઈ જાય છે. યુવાન બ્રાહ્મણ વધારે જિજ્ઞાશાથી સ્ત્રીને પ્રશ્નો કરે છે ત્યારે તે સ્ત્રીએ યુવાન બ્રાહ્મણને મિથિલા નગરી જઈ ધર્મ–વ્યાધ પાસે તેની જિજ્ઞાશા પૂર્ણ કરવા માટે જણાવ્યું અને કહ્યું કે તે ઘર્માભિમુખ ક્સાઈ તારા બધાં જ પ્રશ્નોના ઉત્તરો આપશે તદુપરાંત સાચા બ્રાહ્મણના લક્ષણો બાબતે પણ તને જ્ઞાન આપશે.
આ ગૃહિણીના અદ્ભૂત વચનો સાંભળી યુવાન બ્રાહ્મણને પસ્તાવો થવા લાગ્યો અને પોતાની ઘમંડી જાતને ઠપકો આપતા કહ્યું કે મહિલાની વાતનો સ્વીકાર કરી મારે મિથિલાની યાત્રા કરવી જોઈએ અને તે ધર્મ–વ્યાધને ખોળી કાઢી સાચા ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેણે મનોમન કહ્યું કે હું જરૂરથી તે આત્મસંયમી , સંપૂર્ણપણે ધર્મના રહસ્યોથી પરિચિત કસાઈને શોધી કાઢીશ..(ક્ર્મશ:)
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…