તે રાજા જનકની રાજધાની મિથિલા નગરી પહોંચી ગયો. એ સુંદર નગરીમાં ચારેકોર ધર્મની મહેક પસરેલી દેખાતી હતી. ત્યાં પહોંચ્યા પછી, યુવાન બ્રાહ્મણે સદાચારી કસાઈ વિશે પૂછપરછ કરી અને કેટલાક લોકો દ્વારા મળેલ દિશા નિર્દેશો મૂજબ સૂચિત સ્થાને પહોંચી ગયો.
બ્રાહ્મણ કૌશિકે દૂરથી કતલખાનામાં બેઠેલા પેલા ધર્મ-જ્ઞાની કસાઈને જોયો . ખરીદદારોની મોટી સંખ્યા વચ્ચે ઘેરાયેલો તે કસાઈ માંસ વેચી રહ્યો હતો. પરંતુ કસાઈ તે યુવાન બ્રાહ્મણને દૂરથી જોઈ લે છે અને તુરંત પોતાની બેઠક ઉપરથી ઉભો થઈ તે તેની પાસે પહોંચી જઈ કહેવા લાગ્યો,” હે બ્રાહ્મણ દેવતા , મારા પ્રણામ સ્વીકાર કરો. હું આપની શું સેવા કરી શકું ? તે પતિવ્રતા ગૃહિણીએ તમને મારી મુલાકાત લેવાની સલાહ આપી છે. હું આ બધું જાણું છું અને તે પણ જાણુ છું કે તમે કયા હેતુથી આવ્યા છો. ”
આ શબ્દો સાંભળીને બ્રાહ્મણ અવાક બની ગયો અને વિચારવા લાગ્યો કે જે હું જોઉં છું – સાંભળુ છું તે તો ખરેખર બીજી અજાયબી બની. પછી કસાઈએ વિચારોના ચક્રવામાં ઘેરાયેલ બ્રાહ્મણને કહ્યું,”અત્યારે તમે એવા સ્થાને ઊભા છો કે જે તમારા માટે અયોગ્ય છે, તો ચાલો આપણે મારા નિવાસ્સ્થાને જઈએ.” કૌશિકે કહ્યું ,” હા, ચાલો ત્યાં ઘરે જઈએ.” આમ કસાઈ પેલા બ્રાહ્મણને પોતાના નિવાસ સ્થાને લઈ ગયો. અને નિવાસસ્થાને પહોંચી કસાઈએ ઘરે પધારેલ મહેમાનને હાથ ધોવા માટે પાણી આપ્યું અને આસન આપીને તેનું સન્માન કર્યું.
ત્યારબાદ ધર્મ-જ્ઞાન બાબતે ગોષ્ઠીનો આરંભ કરતા તે યુવાન બ્રાહ્મણ બોલ્યો ,” “મને ખરેખર નથી લાગતું કે આ વ્યવસાય તમારા માટે યોગ્ય છે. ઓ ધર્મજ્ઞાની ! મને અફસોસ છે કે તમારે આવા ક્રૂર વેપારને અનુસરવું પડે છે.”
કસાઈએ કહ્યું, “ હે યુવાન, આ મારો વારસાગત વ્યવસાય છે, મેં તેને મારા પિતા અને દાદા પાસેથી વારસાગત રીતે અપનાવ્યો છે. ઓ બ્રાહ્મણ, જન્મથી મારી સાથે આવેલી ફરજોનું પાલન કરવું એ મારો ધર્મ છે. અને
બ્રહ્મા દ્વારા નિર્ધારિત થયેલ ફરજોનું હું પાલન કરી હું કાળજીપૂર્વક મારા ગુરુઓ અને વરિષ્ઠ નાગરિકોની સેવા કરું છું.
અને આ રીતે જ્ઞાન ગોષ્ઠીનો આરંભ થયા બાદ આત્મસયંમી ધર્મજ્ઞાની કસાઈએ કેટલાક જ્ઞાન સૂત્રો યુવાન બ્રાહ્મણને કહ્યા –
છેવટે તે બુદ્ધિશાળી બ્રાહ્મણ કૌશિકે કસાઈને પૂછ્યું – ” સદવર્તન શું છે ? તેને હું કેવી રીતે જાણી શકું કે?” ત્યારે કસાઈએ ખૂબ જ ટૂંકમાં સમજાવતા કહ્યું –સદાચારી વ્યક્તિના ત્રણ લક્ષણો હોય છે –
અંતે વિદાય લેતા યુવાન બ્રાહ્મણે ક્સાઈને પ્રણામ કરી કહ્યું – “તમે ધર્મના શ્રેષ્ઠ ધારકો છો . તમે વધુ સમૃધ્ધ બનો અને ધર્મ તમને સુરક્ષિત રાખશે એવી શુભેચ્છા રાખુ છું. તમે ધર્મની પરંપરામાં અવિરત મંડયા રહો એવી પ્રભુ પ્રાર્થના સાથે મારે ગૃહ સ્થાને પ્રયાણ કરવાની હું તમારી પરવાનગી માગું છું.”
કસાઈ બોલ્યો, “ હા, તેમ બની રહો. સુખી રહો અને સ્વધર્મનું પાલન કરો”
ત્યારબાદ યુવાન બ્રાહ્મણ પેલા ધર્મ-નિષ્ઠ કસાઈને વંદન કરી પોતાને ઘરે પરત ફરે છે અને તેના આંધળા મા-બાપની સેવા કાર્યમાં લાગી જાય છે અને’ સ્વધર્મ’ ને અનુરૂપ આનંદ પૂર્વક જીવન વ્યતીત કરે છે. (કથા પૂર્ણ)
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…