6. ક્ષાત્ર-શક્તિની અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ નીચે પ્રમાણેની હોય શકે:

ક્ષાત્ર-શક્તિના બળ સામર્થ્ય અનુસાર વ્યક્તિ વીર-યોદ્ધો, કર્મવીર માનવ, શાસક, વિજેતા, કોઈ વિશેષ કાર્યનો કર્ણધાર, નવસ્રષ્ટા, જીવનમાં સક્રિય નિર્માણકાર્યનાં કોઈપણ ક્ષેત્રનો સંસ્થાપક બની શકે છે. પરંતુ અંતરાત્માની અને મનની અનેકવિધ અપૂર્ણતાઓને કારણે ક્ષાત્ર-આદર્શની અનેક અપૂર્ણ અને વિકૃત રૂપો ઉત્પન્ન થાય છે. જેવા કે –

    • નરી પાશવી સંકલ્પ શક્તિ વાળો મનુષ્ય
    • કોઇપણ ઉચ્ચ આદર્શ કે લક્ષ્ય રાખ્યા વિના કેવળ શક્તિનો ઉપાસક
    • સ્વાર્થપરાયણ વૃત્તિ
    • બીજી વ્યક્તિ ઉપર પોતાની હકુમત ચલાવવું

ઉપરોક્ત વિકૃત્તિઓની પરાકાષ્ઠાએ આક્રમક રાજસિક મનુષ્ય ખૂબજ મોટો અહંકારી, અત્યાચારી, દૈત્ય, અસુર કે રાક્ષસ બની બેસે છે.

You may also like...