8. નીરવ મનની સ્થિતિ -અચંચળતા કરતાં આગળની સ્થિતિ

અચંચળતા કરતાં નીરવતા આગળની સ્થિતિ છે. એને પ્રાપ્ત કરવા માટે અંતરના ઊંડાણમાં રહેલા માનસિક સ્તરમાંથી ૫ણ વિચારોને પૂરેપૂરો દેશવટો આપીને તેને તદન નીરવ બનાવી દેવું જોઇએ, યા તો વિચારોને એ સ્તરથી તદન બહાર રાખવા જોઇએ. પરંતુ આના કરતાં ઊર્ધ્વમાંથી તેનું અવતરણ કરાવવું એ નીરવતાને સ્થાપન કરવાનો વધારે સહેલો ઉપાય છે. સાધક એ નીરવતાને પોતાની અંદર અવતરી એટલે ઉપરથી ઊતરતી અને પોતાની ચેતના પર અધિપત્ય સ્થાપિત કરતી, તેની અંદર પ્રવેશ કરતી યા તો તેની આજુ બાજુ ફરી વળતી અનુભવે છે. ત્યાર પછી વ્યકિતની ચેતના અસીમ, અપૌરુષેય નીરવતામાં લય પામવાની વાંછના કરે છે.

You may also like...