દિવ્ય પ્રભુનો આખરી વિજય અવશ્ય છે જ
જ્યારે હું લખવા માટે ખૂબ જ વ્યસ્ત હોઉં છું ત્યારે પણ હંમેશા, તરત જ જવાબ આપું છું.
પ્રતિકાર કરવા માટે મારો પ્રેમ, શક્તિ, મારી હિંમત અને દુષ્ટ હુમલાઓ સામે મારી રક્ષા દ્વારા હું તને મારો જવાબ મોકલું છું.
તારે તો ફક્ત આંતરિક શાંતિ રાખી બીકને બને તેટલી ધકેલી દેવાની, મારી શક્તિ અને રક્ષણ ઉપર ભરોસો રાખવાનો, તે પોતાનું કાર્ય પૂરેપૂરું કરી શકે.
આપણને જીત મળવી જ જોઈએ અને મળશે જ ભલે પછી આપણે લડવું પડે તો પણ.
હું કદી પણ હતાશ થઇ નથી અને તને પણ તેમ કરવા કહું છું કારણકે દિવ્ય પ્રભુનો આખરી વિજય અવશ્ય છે જ.
3 નવેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ