આસુરીક સૂચનોને સાંભળ નહિ
મે જાણી જોઈને તારા ગઇકાલના પત્ર નો જવાબ નથી આપ્યો અને હવે હું તને ફરીથી તે જ કહું છું કે જે મેં તને અગાઉ કહેલું છે.
તું જ્યારે તારુ મગજ, તારા હાથ અને કલમ વિરોધી બળો ને ધીરે છે ત્યારે હું તારા પત્રનો જવાબ ના આપી શકું. તે તારો નાશ કરવા કોશિશ કરે છે, પણ હું તારો વિનાશ થવા દેવા માગતી નથી અને હું આ ઘાતકી બળોને તને પ્રભાવિત કરવાનો અને મને જે મંજૂર નથી તે કંઈ પણ તારી પાસે કરાવવાનો હક્ક આપતી નથી. અને ફરીથી કહું છું કે આ શયતાનને આવકાર નહીં, તેને અને તેનાં આસુરીક સૂચનોને સાંભળ નહિ. તારી મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે ફક્ત એ જ એક રસ્તો છે.
૧૮ જાન્યુઆરી ૧૯૫૬
શ્વેત ગુલાબ