અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું
મીઠો અને સુંદર પત્ર મેળવી હું ખૂબ જ ખુશ થઈ.
અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું અને મારો સંકલ્પ એ છે કે આ તારો દુષ્ટ દુશ્મન સદાને માટે હારી જ જાય અને તેનું પાછા આવવાનું અને તને ફરી પજવવાનું અસંભવ બની જાય.
એને તો સદાને માટે જવા જ દેવાનો કે જેથી ફરી કદી પણ પાછો ના જ આવે.
મારો પ્રેમ અને શક્તિ તારી સાથે જ છે, તારામાં છે , ચોતરફ છે, તારી રક્ષા અને મદદ કરી સઘળી હાનિઓમાંથી તને ઉગારવા માટે.
૧૮ જાન્યુઆરી ૧૯૫૬
કુપા અવશ્ય એક દિવસ વિજયી થશે જ.
૧૮ જાન્યુઆરી ૧૯૫૬
શ્વેત ગુલાબ