હું કદી પણ મારો સંકલ્પ કોઈ પર લાદતી નથી
હું કદી પણ મારો સંકલ્પ કોઈ પર લાદતી નથી. ફક્ત જો મને કોઈ પૂછે કે મારો સંકલ્પ શો છે જેથી તે તેનો અમલ કરે તો જ હું ચોખ્ખું કહું કે મારો શો સંકલ્પ છે. પણ જોપછીથી આજે વ્યક્તિ તે સંકલ્પ પ્રમાણે વર્તવા પોતાની પ્રતિકૂળતા અને નારાજગી બતાવે તો હું કદી પણ આગ્રહ કે જબરદસ્તી કરતી નથી. હું તો પ્રત્યેકને પોતાને જે ઉત્તમ લાગે તે કરવા બંધનરહિત રાખું છું.
૨૧ જાન્યુઆરી ૧૯૫૬
શ્વેત ગુલાબ