ઊર્ધ્વ અને નિમ્ન જગતો – પૃ.2

 પ્રશ્ન: આ વિરોધી બળો શું આપણા સ્વરૂધના દરેક ભાગમાં આવી રહેલાં હોય છે ?

ઉત્તર : વિરોધી પરિબળોની મુખ્ય શક્તિ પ્રાણમાં સમાયેલી છે અને મનના નિમ્ન પ્રદેશો તેમજ સૂક્ષ્મ શરીરમાં પણ થોડાં વિરોધી પરિબળો -નાનાં સત્ત્વો તથા શક્તિના રૂપમાં રહેલાં હોય છે.

પ્રશ્નઃ અમુક પ્રકારનાં બળોને વિરોધી બળો કેમ કહેવામાં આવે છે ? અને તેઓએ ઈશ્વરની વિરુદ્ધ શા માટે કાર્ય કર્યું હોય છ?

ઉત્તર : કારણકે તેઓ પોતાને માર્ગે  જ જવા માગતા હોય છે, જે અજ્ઞાન નો માર્ગ છે.

પ્રશ્ન : તેઓનું છેવટનું ધ્યેય શું છે ?

ઉત્તર : પોતાની પ્રકૃતિને અનુસરવું જગત પર આધિપત્ય જમાવવું અને પ્રકાશની શક્તિને જગત પર આધિપત્ય જમાવતાં રોકવી.

પ્રશ્ન : આપે જણાવ્યું છે “ઈશ્વર વૈશ્વિક શક્તિ દ્વારા સર્જન. કરે છે ” આ વૈશ્વિક શક્તિને વિરોધી પરિબળો સાથે કંઈ સંબંધ છે ખરો ?

ઉત્તર : એ શક્તિને આ જગતની દરેક વસ્તુઓ સાથે સંબંધ છે-સારી, નઠારી અને તટસ્થ, દરેક વસ્તુ સાથે.

પ્રશ્નઃ જો વૈશ્વિક શક્તિ ઇશ્વરમાંથી જ ઉદ્ભવી હોય તો પછી જગત એવું કેમ છે કે જે પોતાની અંદર જ વિરોધી શક્તિઓનું સામ્રાજ્ય ચલાવી લઈ શકે?

ઉત્તર : જગતનો એ સ્વભાવ છે, કારણ કે આ જગત એ વિકાસશીલ  (ઉત્ક્રાંતિગત) જગત છે અને એ અચિત્‌માંથી ઇશ્વરની પૂર્ણ ચેતના તરફ ગતિ (વિકાસ. સાધી) કરી રહ્યું છે.

પ્રશ્નઃ વૈશ્વિક શક્તિનું શું એ કાર્ય નથી કે એણે પોતાનાં સર્વ વિકાસશીલ રૂપો દ્વારા ઈશ્વર પ્રાપ્તિ કરવી ?

ઉત્તર : વૈશ્વિક શક્તિ વિશ્વને ટકાવી રાખે છે. ઇશ્વર પ્રાપ્તિ એ છેવટનું  ધ્યેય છે, તાકીદનું નહિ.

પ્રશ્ન: એમ કહેવાય છે કે દરેક વસ્તુ ઈશ્વરે અગાઉથી નક્કી કરેલી હોય છે – વ્યક્તિનું ભાવિ પણ. હવે, વ્યક્તિ જો ઇચ્છે તો એમાં કંઈ પણ ફેરફાર ન કરી શકે ?

ઉત્તર : ભાવિ જો ઈશ્વર દ્વારા નિર્મિત થયેલું, હોય તો વ્યક્તિની ઈચ્છાથી એમાં ફેરફાર કેવી રીતે સંભવી શકે ? હા, એ નિર્માણ જુદા જુદા પરિબળોની અસરોને લઈને થયું હોય, ( જે, અનિવાર્યપણે થતું લાગે છે) તો, પોતાના સંકલ્પથી વ્યક્તિ એમાં ફેરફાર કરાવી શકે છે, -જો એ વ્યક્તિગત સંકલ્પને ઈશ્વરની સંમતિ મળે તો.

You may also like...