ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.7

વર્ષ ૧૯૩૩

પ્રશ્ન : માતાજીએ જે ફૂલોને “કેન્દ્રોનું ખુલ્લા થવું’ એવું નામ આપ્યું છે એ ફૂલોનું ચિત્ર મને તેઓએ મોકલ્યું છે “કેન્દ્રોનું ખુલ્લા થવું’ શબ્દસમૂહ શું સૂચવે છે ? ‘centres’ “કેન્દ્રો’ એટલે શું ?

ઉત્તર : ચેતનાનાં કેન્દ્રો એ ચક્રો છે – એ ચક્રોના ખૂલવાથી જ આંતરિક કે યૌગિક ચેતનાનો વિકાસ થાય છે – એ ચક્રો ન ખૂલે તો વ્યક્તિ બાહ્ય ચેતનામાં જ બદ્ધ રહે છે.

એ ચક્રો જેમ જેમ ખૂલતાં જાય છે તેમ તેમ ચેતનાનો વધુ ને વધુ વિકાસ થતો જાય છે. સામાન્યતઃ ૬ ચકો છે એમ મનાય છે – અને મસ્તકથી ઉપર એક વધારાનું એમ કુલ્લે સાત ચક્રો છે.

પ્રશ્નઃ હું એ જાણી શકું કે “આધાર” શું છે ?

ઉત્તર : ચેતના હાલ જેમાં સમાયેલી છે એ છે “આધાર’–મન, પ્રાણ અને શરીર.

પ્રશ્ન : વેદાન્તમાં સાત ભૂમિકાઓની વાત કરવામાં આવી છે. એમાં જણાવ્યું છે કે માનવપ્રકૃતિ સ્વભાવગત નિમ્ન ત્રણ ચક્રોને લગતી કાર્યવાહી પૂરતી સીમિત રહે છે. આપણો યોગ વેદાન્તની આ વાત સ્વીકારે છે ? આ નિમ્ન ત્રણ ચક્રો કયા ?

ઉત્તર : આપણી પદ્ધતિમાં પ્રાણ, નિમ્ન પ્રાણ, અને શરીર એમ ત્રણ નિમ્ન ચક્રો છે–પરંતુ ભૂમિકાઓ તદ્દન જુદી જ છે. ત્રણ નિમ્ન ભૂમિકાઓ, મન, પ્રાણ, અને પદાર્થ તત્ત્વ છે અને એ સાચું છે કે માનવમન પોતે અ। ત્રણ પ્રકારની ક્રિયાઓમાં જ પોતાને સીમિત કરી દે છે. પરંતુ તેની ક્રિયાઓ પ્રાણમય અને શારીરિક વસ્તુઓ પૂરતી જ મયદિત હોય છે એ સાચું નથી.

પ્રશ્ન : વેદાન્ત એમ પણ જણાવે છે કે વ્યક્તિ જ્યારે ચોથા ચક્રમાં પ્રવેશે છે ત્યારે એને દિવ્ય જ્યોતિનાં દર્શન થાય છે. એ શું સાચું છે ?

ઉત્તર : કયું ચોથું ચક ? આપણી પદ્ધતિ મુજબ ચોથું ચક્ર હૃદય કેન્દ્ર છે અને ઈશ્વરની હાજરી ત્યાં ચૈત્ય પુરુષમાં હૃદય કેન્દ્રની પાછળના ભાગમાં આવેલી છે. જ્યારે સાતમાંની ચોથી ભૂમિકા આપણી પદ્ધતિમાં અતિમનસની છે અને એ મસ્તકથી એકદમ દૂરની ભૂમિકા છે. પરંતુ સાતમા ચક્ર સહસ્ત્રદલ દ્વારા એ ભૂમિકા સાથે સંપક સાધી શકાય છે.

You may also like...