7. અચંચળ મનની સ્થિતિ

અચંચળ મન હોવું એ પહેલું પ્ગલું છે. મનની નીરવતા તેનાંથી આગળનું પગલું છે, પરંતુ અચંચળતા તો હોવી જોઇએ જ. અચંચળ મન એટલે આપણી અંદર રહેલી એક એવી મનોમન ચેતના જે વિચારોને પોતાનામાં આવતા તથા આમતેમ વિચરતા જોઇ શકે છે. પરંતુ ‘ હું પોતે વિચાર કરું છું ’ એવું એને લાગતું નથી, વિચારો સાથે તે એકતા કરતી નથી યા તો તેમને ‘ પોતાના ’ તરીકે ગણતી નથી. નીરવ પ્રદશેમાં થઇને જનારા મુસાફરો પેઠે અચંચળ મનમાં વિચારો અને માનસિક પ્રવૃતિઓ દેખા દે છે અને પસાર થાય છે. અચંચળ મન એમને જુએ છે યા તો જોવાની દરકાર કરતું નથી. પરંતુ એ બેમાંથી ગમે તે ક્રિયા કરવા છતાં તે પોતે સક્રિય બનતું નથી, યા તો પોતાની અચંચળતા ગુમાવતું નથી.

You may also like...