ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.4

પ્રશ્નઃ એ જગતોમાંના કયા જગતમાં દિવ્ય પ્રાણમય સ્વરૂપો નિવાસ, કરેછે?

ઉત્તર : પ્રાણના દેવતાઓની સૃષ્ટિ પણ આવેલી છે. તેઓ ત્યાં નિવાસ કરે છે.

પ્રશ્ન : પ્રાણમય જગત, કે જેને પોતાના દેવો પણ છે, તે આપણી  (માનવીની) અંદર વિકૃત કેવી રીતે બની જઇ શકે ?

ઉત્તર : બાહ્ય વ્યક્તિતામાં દરેક વસ્તુ અજ્ઞાનને લઈને વિકૃત બની જાય છે. એ (પ્રાણમય જગત) જો વિકૃત ન બન્યું હોય તો પછી એ અજ્ઞાન હોત જ નહિ.

પ્રશ્નઃ દરેક સ્તરે દિવ્ય શક્તિઓ રહેલી છે, તો પછી વિરોધી શક્તિઓના આક્રમણ સમયે એ દિવ્ય શક્તિઓને આપણી અંદર કાર્ય કરતી આપણે કેમ અનુભવી શકતા નથી ?

ઉત્તર : તમે જો એ શક્તિઓ પ્રત્યે પૂરતા જાગ્રત હો અને તેને પુકાર કરો તો તેઓ જરૂ૨ કાર્ય કરશે.

પ્રશ્ન : વિરોધી શક્તિઓની બાબતમાં ભયની શું અસર થતી હોય છે ?

ઉત્તર : વિરોધી શક્તિઓ જ્યારે આક્રમણ કરવા પ્રયત્ન કરે, ત્યારે તમે જો એનાથી ડરી જાવ, તો પછી તમે તમારી જાતને એના પ્રત્યે ખુલ્લી કરી દો છો.

પ્રશ્ન : વિરોધી શક્તિઓ ચોકસાઇપૂર્વક તેમજ યોગ્ય સમયે આપણા પર હુમલાઓ કરી આપણને આકર્ષિત કરી દે એવી રચનાઓ આપણા મનમાં કેવી રીતે મૂકી આપી શકે છે ?

ઉત્તર : એ શક્તિઓ તમારા મનમાંથી જ એ રચનાઓ માટેનાં ઘટક તત્ત્વો મેળવી લે છે. બીજું, એ શક્તિઓ હંમેશા તત્પર રહે છે અને તક મળતાં જ એ કાર્ય પણ કરી લે છે.

પ્રશ્ન : તે શક્તિઓ આપણા કરતાં પણ વધુ જાણતી હોય છે તે કેવી રીતે ? શું તેઓનું જ્ઞાન ખૂબ જ વિશાળ હોય છે ?

ઉત્તર : ના. તેઓને શારીરિક રૂપ હોતું નથી અને માટે જ તેઓ મોટેભાગે વસ્તુઓને સીધેસીધી જાણી શકે છે -બસ એટલું જ.

પ્રશ્ન: મનની પારના અને અતિમનસથી નીચેના સ્તરના પ્રદેશો ઉપર આ વિરોધી શક્તિઓની અસર થઈ શકે ખરી ?

ઉત્તર : ના. પરંતુ એ પ્રદેશોમાંથી આવેલી શક્તિઓ, જો મન તથા પ્રાણ સાથે ભેળસેળ થઈ જાય તો તેનો ઉપયોગ તેઓ (વિરોધી શક્તિઓ) કરી લઇ શકે છે.

You may also like...