પ્રશ્ન : જાતિય આવેગનું કેન્દ્ર કયાં આવેલું છે ?
ઉત્તર : કરોડરજજુના તળિયેના ભાગમાં છેક નીચેનું કેન્દ્ર.
પ્રશ્નઃ આજકાલ હું મસ્તકમાં ભમ્મરો વચ્ચે તથા મસ્તકની ટોચ ઉપર દબાણ અનુભવી રહ્યો છું. આમ થવાનું કારણ શું ?
ઉત્તર : આ બે છેક ઉપરનાં કેન્દ્રો છે અને અવતરિત થતી શક્તિ પ્રથમ એ કેન્દ્રોને સ્પર્શે છે.
પ્રશ્ન : ઊર્ધ્વ પ્રાણ એટલે શું ?
ઉત્તર : હૃદય અને ક્રિયાશીલ પ્રાણ હૃદય કેન્દ્ર તેમજ નાભિ કેન્દ્ર.
વર્ષ – ૧૯૩૪
પ્રશ્ન : માતાજીનું સંગીત સાંભળતી વખતે મને એમ લાગ્યું કે મારામાં કંઈ અવતરિત થઇ રહ્યું છે. ગળાના ભાગ સુધી એ અવતરણ તીવ્રપણે, અનુભવાયું હતું.
ઉત્તર : ગળા સુધી એની અસર અનુભવવામાં આવી એનો અર્થ એ કે વિચાર કરતા સમગ્ર મનમાં એ અવતરણ થયું પરંતુ તેથી આગળ નહિ.
પ્રશ્નઃ ચક્રોને લગતી બાબતમાં કરોડરજ્જુ શું ભાગ ભજવે છે ?
ઉત્તર : કરોડરજ્જુ એ ચક્રોનો આધાર છે, અને તાંત્રિક સાધનામાં કરોડરજ્જુ દ્વારા જ કુંડલિની ઉપર ચઢે છે.
પ્રશ્નઃ કુંડલિની શું છે ?
ઉત્તર : કુંડલિની એ મૂલાધારમાં સુપ્તાવસ્થામાં રહેલી યૌગિક શક્તિ છે. બીજાં ચક્રોમાં એ શક્તિ સામાન્ય ચેતનાથી આચ્છાદિત રહે છે. જ્યારે એ જાગ્રત થાય છે ત્યારે ઊર્ધ્વમાં આવેલી બ્રાહ્મિક (દિવ્ય) ચેતના સાથે જોડાઈ જવા માર્ગમાંના દરેક કેન્દ્રમાંથી પસાર થઈ એ આરોહણ કરે છે. નિમ્ન ચેતના ઊર્ધ્વ ચેતના સાથે જોડાઈ જવા એના તરફ આરોહણ કરે છે અને ઊર્ધ્વ ચેતના નિમ્ન ચેતનાનું રૂપાંતર કરી દેવા એની અંદર અવતરણ કરે છે. આપણી સાધનામાં આ જ છે ચેતનાનો સિદ્ધાંત.
પ્રશ્ન : માતાજી જે મદદ મોકલી રહ્યાં હોય છે તેનો મુક્ત પ્રવાહ હું જ્યારે ગ્રહણશીલ હોઉં છું તે સમય દરમિયાન અનુભવી શકું છું. એ પ્રવાહ સહેલાઇથી મારા મસ્તક તથા કપાળમાં થઇને નીચેની બાજુએ પસાર થઈ જાય છે.
ઉત્તર : એ દર્શાવે છે કે આંતર મનનાં કેન્દ્રો ઉદ્ઘાટિત તેમજ સચેતન બન્યાં છે.
In the vibrant world of online casinos, live gaming has carved out a niche of…
Als je op zoek bent naar een opwindende manier om je vrijetijd uren door te…
For UK players looking to maximize their gaming experience, understanding the intricacies of slot machines…
The world of casinos is vibrant and exciting, offering players a variety of games that…
In recent years, the online casino landscape has evolved dramatically, with platforms offering an increasing…
Kasino a sázková kancelář jsou dnes v České republice velmi populární. Tento článek se zaměří…