1. ‘સ્વભાવ અને સ્વધર્મ’ – એક અભ્યાસ નોંધ (પ્રકરણ-20, ગીતા નિબંધો)

ભગવદગીતા પણ જેનું પ્રતિપાદન કરે છે તે પ્રાચીન ભારતની સામાજિક સંસ્કૃતિની ‘ ચાતુર્વર્ણ્ય’ વ્યવસ્થાનો વિષય શ્રીઅરવિંદ ‘ગીતા નિબંધો’ ના પ્રકરણ-20 “ સ્વભાવ અને સ્વધર્મ’ માં હાથ લે છે. શ્રીઅરવિંદ આ પ્રકરણમાં કઈ રીતે ત્રિગુણાતીત બની ‘ચાતુર્વર્ણ્ય‘ વિભાગોથી ઉપર ઊઠી બધાં જ ધર્મોની સીમાઓ વટાવી ‘સર્વધર્માન પરિત્યજ્ય’ ને ચરિતાર્થ કરી શકાય તેને યથાર્થ રીતે સમજણ આપે છે.

હવે પછીની પોસ્ટમાં ધીરે ધીરે આ વિષયને શ્રી અરવિંદની યોગ દૃષ્ટિએ તપાસી સમજવાનો પ્રયાસ કરીશું. અભ્યાસુને જ્યાં કાંઈ ખૂટતું જણાય ત્યાં તે શ્રીઅરવિંદનો મૂળ અંગ્રેજી ગ્રંથ Essays on the Gita‘ ને હાથવગો રાખશે તો બધું જ સ્વયંસ્પષ્ટ થઈ જશે.

આ એક અભ્યાસનોઁધ છે; કોઈ સીધો અનુવાદ નથી કે પોતિકું કોઈ તાર્કિક નિરુપણ. શ્રીઅરવિંદના જ લખાણને કેંદ્રમાં રાખી સ્વયંસમજણ માટે કરેલી એક નોંધ માત્ર છેએક પ્રયાસ છે.

આ પ્રકરણમાં ‘ચાતુર્વર્ણ્ય‘ વ્યવસ્થાને તેના યથાર્થ સ્વરુપે સમજવા માટે જે શ્લોકોનો સંદર્ભ ભગવદગીતામાંથી લેવામાં આવ્યો છે તે શ્લોકોને એક સાથે પ્રસ્તુત કર્યા છે.

स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥2.31

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥3.35

चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥4.13

न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥18.40

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥18.41

शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥18.42

शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥18.43

कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥18.44

स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥18.45

यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥18.46

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥18.47

सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥18.48

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्वपापेभ्यो मोक्ष्ययिष्यामि मा शुचः ॥18.66

You may also like...