1. જીવન યજ્ઞમાં જરૂરી છે ચારેય વર્ણ-શક્તિઓની જરૂરિયાત
જીવન એક ખોજ-યાત્રા છે-
- આપણું સમગ્ર જીવન સત્ય અને જ્ઞાનની ખોજ માટેની અવિરત યાત્રા છે – તે માટે જરૂરી છે, બ્રાહ્મણની જ્ઞાન-શક્તિની.
જીવન એક સંઘર્ષ-યાત્રા છે –
- આપણું સમગ્ર જીવન આપણી પોતાની અંદરની આંતર-શક્તિઓ અને આજુબાજુની બાહ્ય-શક્તિઓ સાથે આપણી સંકલ્પ-શક્તિની સતત સંઘર્ષ યાત્રા છે –તે માટે જરૂરી છે, ક્ષત્રિયનાં બળ-સામર્થ્ય અને આત્મ-સંયમની શક્તિની.
જીવન એક કૌશલ-શાળા છે –
- જીવનમાં જરૂરી વસ્તુઓનું ઉપાર્જન અને ઉત્પાદન કરવું અને જીવન-પર્યાવરણ સાથે અનુકૂળશીલતા બનાવી રાખવી એ એક કૌશલ્ય છે- તે માટે જરૂરી છે વૈશ્યની કૌશલ્ય-શક્તિની.
જીવન એક યજ્ઞ-શાળા છે –
- જીવનમાં જે ગતિશીલતા છે – એક આગેકૂચ છે તેનું ચાલક બળ છે શ્રમ અને સેવા શક્તિ – તે માટે જરૂરી છે શૂદ્રની પૂર્ણ આત્મ-સમર્પણની શક્તિ.
વ્યક્તિ પોતાની મનુષ્યત્વ પ્રતિની જન્મોજન્મની યાત્રા આ ચારેય શક્તિઓના વિકાસ સાધતા કઈ રીતે સિદ્ધ કરી શકે?
- મનુષ્યનું મનુષ્યત્વ ત્યારે જ પૂર્ણ રીતે નિખરે જ્યારે તે પોતાની જાતને વિશાળ બનાવી આ ચારેય શક્તિઓને પોતાની અંદર ધારણ કરી શકે અને પોતાની પ્રકૃતિને ચતુર્વિધ આત્માની સર્વતોમુખી પૂર્ણતા અને વિરાટ શક્તિ સામર્થ્ય પ્રતિ અધિકાધિક પોતાની જાત ખુલ્લી કરે.
- જો કે ચારોમાંથી એક શક્તિ અન્યોનું નેતૃત્વ કરી શક્તિ હોય છે. શરૂમાં મનુષ્યની અંદર આ ચારેય શક્તિઓ અનગઢ પણે – અવ્યવસ્થિત રૂપે કાર્ય કરતી હોય છે, પરંતુ ઉત્તરોત્તર જન્મોમાં એક કે બીજી શક્તિઓનો વિકાસ સાધતા સાધતા પરસ્પર શક્તિઓના સહારે તે સમગ્ર વિકાસ તરફ વધતો હોય છે.