14. બ્રાહ્મણ-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી ક્ષાત્ર-શક્તિ:

જ્ઞાની મનુષ્યમાં બૌધિક અને નૈતિક સાહસ, સંકલ્પ અને નિર્ભયતા તથા નવા નવા જ્ઞાનના રાજ્યોના દ્વાર ખોલી તેને જીતી લેવાનું સામર્થ્ય નથી હોતું તો તે સ્વતંત્રરીતે  અને પૂર્ણતા સાથે સત્યની સેવા નથી કરી શકતો. આ ગુણના અભાવ થકી તે સીમિત બુદ્ધિનો ગુલામ બની જાય છે અથવા એક કોરા સ્થાપિત જ્ઞાનનો સેવક અથવા વધુમાં વધુ એ એક કર્મકાંડી પુરોહિત બની રહી જાય છે.

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી વૈશ્ય-શક્તિ:

પોતાના જ્ઞાનને સર્વોત્તમ લાભમાં તો જ લાવી શકાય જો તેની પાસે સત્યોને જીવનનાં વ્યવહારમાં ક્રિયાન્વિત કરવાનું અનુકૂળ કૌશલ્ય હોય અન્યથા તે કેવળ વિચારોમાં જ વિચરતો પંડિત બની રહે છે.

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી શૂદ્ર-શક્તિ:

બ્રાહ્મણ પોતાના જ્ઞાનને પૂર્ણતયા સમર્પિત નથી કરી શકતો જયાં સુધી તેનામાં માનવજાતિ પ્રતિ, મનુષ્યમાં સ્થિત પ્રભુ પ્રતિ, પોતાના જ સ્વામી એવા પ્રભુ-પ્રતિ સેવાની ભાવના ના હોય.

You may also like...