15. ક્ષાત્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ
ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી બ્રહ્મ-શક્તિ:
શક્તિ-પ્રધાન માનવે પોતાની શક્તિ-સામર્થ્યને જ્ઞાન દ્વારા, બુદ્ધિ તથા ધર્મ તથા આત્માના પ્રકાશ દ્વારા આલોકિત કરવું જોઈએ નહિ તો તે કેવળ શક્તિશાળી અસુર બની શકે છે.
ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી વૈશ્ય-શક્તિ:
ક્ષત્રિયની પાસે કૌશલ્ય પણ હોવું જોઈએ જેથી કરી પોતાની શક્તિનો તે ઉચિત ઉપયોગ કરી શકે, તેનો યોગ્ય વહીવટ કરી શકે તથા નિયમબદ્ધ કરી તેને સર્જનશીલ તથા ફલપ્રદરૂપ બનાવી શકે. તદુપરાંત પોતાની શક્તિ બીજા સાથેનાં સંબંધો માટે સર્વોત્તમ સહાયક બની શકે, નહિ તો નિરંકુશ સામર્થ્ય જીવન ક્ષેત્રમાં માત્ર એક પ્રચંડ આંધીરૂપ બની જઈ એક એવા તૂફાનનું રૂપ ધારણ કરી દે છે જે પ્રબળ વેગથી આવી સર્જન કરવાને બદલે અધિક વિનાશ કરી ચાલ્યું જાય છે.
ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી શૂદ્ર-શક્તિ:
ક્ષાત્ર-શક્તિ પાસે આજ્ઞાપાલનનું સામર્થ્ય પણ હોવું જોઈએ અને તેણે પોતાની શક્તિનો પ્રયોગ ઈશ્વર અને જગતની સેવા માટે કરવો જોઈએ, નહિ તો તે સ્વાર્થી તથા સ્વેચ્છાચારી-નિરંકુશ શાસક કે અત્યાચારી- જુલમગાર કે મનુષ્યોના આત્મા અને શરીરોનો ક્રૂર નિયંત્રક બની શકે છે.