16. વૈશ્ય-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી બ્રાહ્મણ-શક્તિ:

ઉત્પાદન સંબંધી મનોવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિવાળા મનુષ્યમાં ખુલ્લું અને જિજ્ઞાશાવાળું મન, વૈશ્વિક વિચાર-ભંડાર અને જ્ઞાન હોવું જોઈએ, નહી તો વિસ્તારશીલ વિકાસ વિનાનો પોતાના દૈનિક કાર્ય-વ્યાપારના સીમિત વાડામાં પુરાયને ભમતો રહેતો ઘાણીનો બળદ બની રહેશે.

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી ક્ષત્રિય-શક્તિ:

તેનામાં સાહસ અને મોટું કાર્ય કરવાનું બીડું ઉઠાવવાની પણ વૃત્તિ હોવી જોઈએ.

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી શૂદ્ર-શક્તિ:

પોતાના ઉપાર્જન અને ઉત્પાદનના કાર્યમાં સેવાની ભાવના લાવવી જોઈએ જેથી કરી તે ફક્ત ઉપાર્જન કરે એટલું જ નહિ પરંતુ દાન પણ કરી શકે. માત્ર ભેગું કરી-કરીને જીવનના સુખોનો માત્ર ઉપભોગ ન કરતા પોતાની આજુબાજુનાં પર્યાવરણ-જીવનમાંથી જે લાભો મળે છે તેને ફળદાયી અને પૂર્ણ સમૃદ્ધ બનાવવા માટે સચેતન સહાયરૂપ બને છે.

You may also like...