19. જીવન અને કર્મોના વિષયમાં ગીતાનું દર્શન

મોટેભાગે એમ  થતું હોય છે કે ગીતાના સ્લોકોને અને તેના ઉપદેશને સંપૂર્ણ અર્થ ધારણ કરનાર કોઈ એક સ્વતંત્ર ઉદ્ધરણ તરીકે લેવામાં આવે છે. પરંતુ આખા ગ્રંથમાં અને વિશેષ કરીને છેલ્લા બાર અધ્યાયોમાં તે જે વસ્તુ કહી રહી છે તે બધાની સાથે સંગતિ કરીને એટલે કે તે બધાની સાથે અનુસંધાન કરીને આપણે તેનો ઉપદેશ ગ્રહણ કરવાનો છે. તો જ આપણને સમજાશે કે એનો અર્થ વધુ ઊંડો અને ગહન છે.
જીવન અને કર્મોના વિષયમાં ગીતાનું દર્શન એ છે કે બધું જ વાસુદેવ રૂપ પ્રભુનોજ આવિર્ભાવ છે –

यतः प्रवृत्तिः भूतानाम् येन सर्वम् इदम् ततम् ।
स्वकर्मणा तम् अभ्यर्च्य सिद्धिम् विन्दति मानवः ॥18.46
**
Sri Aurobindo’s Interpretation
He from whom all beings originate, by whom all this universe is pervaded, by worshipping Him by his own work, a man reacheth perfection.

You may also like...