2. બ્રાહ્મણ-પ્રકૃતિ:
બ્રાહ્મણ પ્રકૃતિવાળા મનુષ્ય નો ઝુકાવ મોટે ભાગે
- બૌધિક તત્વની પ્રધાનતા પ્રતિ
- જ્ઞાનની ખોજ પ્રતિ અને તેની પ્રાપ્તિ માટે જરૂરી સહાયક ક્ષમતાઓ પ્રતિ
- બૌધિક સૃજન અને રચનાશીલતા પ્રતિ
- વિચારોમાં નિમગ્ન રહી ઉચ્ચતર વિચારોના અભ્યાસ પ્રતિ અને જીવનના અભ્યાસ પ્રતિ
- ચિંતનાત્મક બુદ્ધિ માટે જરૂરી જ્ઞાનસંગ્રહ અને તેના વિકાસ પ્રતિ
ઉપરોક્ત ઝુકાવ સાથે તે પ્રથમ સક્રિય થઈ ઉન્મુક્ત-ખુલ્લો બની જીજ્ઞાશાશીલ મનુષ્યથી આગળ વધી બુદ્ધિમાન મનુષ્ય બને છે અને અંતે એક વિચારક , એક મનીષી , એક મહાન જ્ઞાનીનો સ્વભાવ પ્રાપ્ત કરી લે છે.
આ પ્રકારનો મિજાજ, વ્યક્તિત્વ અને વિશિષ્ટ આત્મસ્વરૂપનો પ્રચુર માત્રામાં વિકાસ થતાં બ્રાહ્મણની આત્મ શક્તિઓનો પ્રાદુર્ભાવ જ્ઞાની મનુષ્યમાં થવા માંડે છે.