જ્યારે આપણે આ વાસ્તવિક અંતરાત્માને પ્રાપ્ત કરીએ છીએ, આપણને ટકાવી રાખનાર, અવિકારી વિશ્વાત્મા ને જાણીએ છીએ તથા આપણી અંદર રહેલો ઈશ્વરરૂપ પુરષોતમ જે પ્રકૃતિના સમગ્ર કાર્યનો અધ્યક્ષ છે અને તેને દોરે છે તેને જાણીએ છીએ ત્યારે આપણા જીવનના ધર્મનો આધ્યાત્મિક અર્થ આપણને પ્રાપ્ત થયો ગણાય. કારણકે ત્યાર પછી જ આપણે સમગ્ર સત્તાના સ્વામી વિશે સચેતન થઈએ છીએ અને એ પોતાના અનંત ગુણો વડે શાશ્વત કાળમાં સર્વ પ્રાણીઓમાં પોતાનો આવિર્ભાવ કરી રહેલો છે.જ્યારે જગદીશ્વર પોતાના અનંત ગુણોમાં અને સર્વ ભૂતોમાં પોતાને સદા પ્રગટ કરતો રહે છે તેનાથી જો આપણે સભાન બનીએ તો પ્રભુની ચતુર્વિધ ઉપસ્થિતિ થી આપણે સભાન બની શકીએ છીએ.
એ ચતુર્વિધ ઉપસ્થિતિ છે:
1. આત્મજ્ઞાન અને વિશ્વ જ્ઞાન ની સત્તા
2 શક્તિ અને સામર્થ્ય ની સત્તા – જે પોતાની શક્તિઓ શોધી તેને પ્રાપ્ત કરી પ્રયોગમાં લાવે છે
3. પારસ્પરિકતા અને સૃષ્ટિ તથા જીવ જીવ વચ્ચે સંબંધ તેમજ આદાન-પ્રદાન ની સત્તા
4. કર્મમય પુરુષ જે વિશ્વમાં સમ કરે છે અને પ્રત્યેક માં રહ્યો રહ્યો સર્વ ની સેવા કરે છે અને પ્રત્યેકના કાર્યને અન્ય સર્વેની સેવામાં પ્રયુક્ત કરે છે.
આપણી અંદર પ્રભુની જે વ્યક્તિગત શક્તિ વિદ્યમાન છે તેનાથી આપણે સચેતન થઈએ છીએ અને આ તે જ શક્તિ છે કે જે આ ચતુર્વિધ શક્તિઓને સીધી રીતે પ્રયોગમાં લે છે. આપણે અંગત અભિવ્યક્તિનો વિશિષ્ટ પ્રકાર આપણને સોંપે છે. આપણા દિવ્ય કર્મ અને અધિકારને નિર્ધારિત કરે છે અને તે બધાં દ્વારા જ્યાં સુધી આપણે તે દ્વારા સૃષ્ટિમાં વ્યાપ્ત આધ્યાત્મ એકત્વની ઉપલબ્ધિ નહીં કરી લઈએ ત્યાં સુધી બહુવિધ પ્રભુના વિશ્વરૂપ તરફ આપણને આરોહણ કરાવે છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…