Monthly Archive: December 2018

18. ગીતાના ઉપદેશમાં અંતર્નિહિત ત્રણ મંતવ્યો

આ પ્રકરણ પર દ્રષ્ટિપાત કરતા ત્રણ મંતવ્યો આપણી સમક્ષ પહેલી નજરે ઉપસ્થિત થાય છે અને અહીં ગીતામાં જે પણ કાંઈ કહેવામાં આવ્યું છે તેમાં આ ત્રણે અંતર્નિહિત સમજી શકાય છે. પહેલું છે, સર્વ કર્મો...

17. ગીતા બ્રાહ્મણ અને ક્ષત્રિયના કાર્યોનું વર્ણન આંતરિક સ્વભાવની પરિભાષામાં અને વૈશ્ય અને શુદ્રના કર્મોને બાહ્ય કર્તવ્યની પરિભાષામાં વ્યક્ત કરે છે એની શું કારણ હોય શકે ?

આપણે જોઇ પણ શકીએ છીએ કે ગીતા પોતે બ્રાહ્મણ અને ક્ષત્રિયના કાર્યોનું વર્ણન કરે છે ત્યારે બાહ્ય કાર્ય વ્યાપારના સ્વરૂપમાં નહીં– એટલે કે પઠન, અધ્યાપન અને પુરોહિતપણું અથવા તો રાજ્ય કાર્ય, યુદ્ધ કે રાજનીતિની...

16. ગીતાનું લક્ષ્ય છે મનુષ્ય ના આંતરિક સત્યને તેના બાહ્ય જીવન સાથે જોડી દેવું

ચાતુર્વણ્યના બાહ્ય રૂપ ઉપર નહીં પરંતુ તેના આંતરિક સત્ય ઉપર ગીતા જે ભાર મૂકે છે તેમાંથી સ્વધર્મનું પાલન કરવા માટે જે આધ્યાત્મિક અર્થ અને પ્રભાવ પ્રતિપાદિત કર્યો છે તે સિદ્ધાંત અહીં ફલિત થાય છે....

15. स्वभावनियतं कर्म ઉપર ગીતા ભાર મૂકે છે

પ્રાચીન સ્મૃતિકારો વંશની અનુક્રમિકતાનો સ્વીકાર કરે છે ખરા પરંતુ સબળ અને વાસ્તવિક આધાર તો એકમાત્ર ગુણ, શીલ અને સામર્થ્ય હોય એવો આગ્રહ રાખ્યો હતો અને એના વિના વંશાનુગત સામાજિક પદ-મર્યાદા એટલે કે સામાજિક સ્થાન...

14.અંતે વંશાનુગત પ્રથા જ સર્વતંત્ર અને સ્વતંત્ર નિયમ એટલે કે નિરપવાદ નિયમ બની રહી

પ્રાચીનકાળમાં આનુવંશિકતાનો નિયમ જ વ્યવહારિક આધાર બની ગયો હતો. એમાં કોઈ સંદેહ નથી કે મનુષ્યનું સામાજિક કાર્ય અને પદ, પરિસ્થિતિ, પ્રસંગ, જન્મ અને સામર્થ્ય દ્વારા જ નિર્ધારિત થતું હતું. જે હજી પણ વધારે મુક્ત...

13. વૈદિક પુરુષ-સૂક્તના સુપ્રસિદ્ધ પ્રતીકનું એક બૌદ્ધિક વિસ્તાર એટલે ગીતાનો પ્ર્ચલિત શ્લોક 4-13

ગીતાની રચના સમયે – ગીતાના ઉદબોધન કાળે આ પ્રથા વિદ્યમાન હતી અને આ વર્ણ-વ્યવસ્થાનો આદર્શ ભારતીય માનસમાં ઘર કરી ગયો હતો અને ગીતા આ ઉચ્ચ આદર્શ નો અને એને મળેલી ધાર્મિક માન્યતા આમ બંનેનો...

12. વર્ણ-વ્યવસ્થાના સાંસ્કૃતિક આદર્શ સાથે ગહન આધ્યાત્મિક અર્થ અને ઉપયોગિતા જોડી દેવું એ છે ગીતાના ઉપદેશનું સાચું પ્રદાન

આ આર્થિક કર્મ-વિભાગની સાથે એક સાંસ્કૃતિક વિચાર પણ જોડવામાં આવ્યો હતો જેને પરિણામે પ્રત્યેક વર્ગને પોતાને એક ધાર્મિક રિવાજ, રૂઢિ, મોભાનું ધોરણ, નૈતિક નિયમ, યોગ્ય કેળવણી, ધંધાનું શિક્ષણ, ચારિત્યની વિશેષતા , કુટુંબનો આદર્શ અને...

11. કાળક્ર્મે પ્રાચીન ચતુર્વર્ણ વ્યવસ્થા જ્ઞાતિઓની અંધાધૂંધીરૂપી અધોગતિને પ્રાપ્ત થઇ વિકૃતિ બની ગઈ

સમાજની આખી વ્યવસ્થા ધર્મના આ ચાર વિભાગ વાળા ચાર સ્પષ્ટ વર્ગો પર પ્રતિષ્ઠિત અને સુસ્થિર કરવાનો પ્રયત્ન પ્રાચીનકાળમાં થયો હતો. આ પદ્ધતિ હિન્દની એક ખાસ વસ્તુ ન હતી. પરંતુ પ્રાચીન અને મધ્યયુગના સમાજોની પણ...

10. સમિષ્ટિની અંદર સામાજિક મનુષ્યના ચાર કર્તવ્યોનો સ્વીકાર કરવામાં આવ્યો છે

ચતુર્વર્ણ વ્યવસ્થાના ત્રણ પાસાઓ: 1. સામાજિક તથા આર્થિક 2. સાંસ્કૃતિક અને 3. આધ્યાત્મિક આર્થિક પાસાથી વિચારતા , ચતુર્વર્ણ વ્યવસ્થામાં સમિષ્ટિની અંદર સામાજિક મનુષ્યના ચાર કર્તવ્યોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. 1. ધાર્મિક તથા બૌધિક 2....

9. ચતુર્વર્ણ બાબતે સમાજમાં પ્રચલિત મુર્ખતાપૂર્ણ માન્યતાને આપણે ગીતાના વચનો સાથે જોડી શકતા નથી

ગીતાના જે શ્લોકોમાં ચતુર્વર્ણ બાબતે વચનો કહેવાયા છે તેને પ્રમાણરૂપ માની શાસ્ત્રાર્થોમાં જાતિ-ભેદ વિષયક પ્રસ્તુત કરવામાં આવે છે. આ વચનો વર્તમાન જાતિ-ભેદ પ્રથાનું સમર્થન કરે છે એવી પણ કેટલાક લોકો વ્યાખ્યા કરે છે. તો...