25.सर्वधर्मान परित्यज्य -ને ચરિતાર્થ કરી શકાશે

અને અંતમાં, આ ચતુર્વિધ કર્મના દિવ્યતમ રૂપ અને અત્યંત ક્રિયાશીલ આત્મશક્તિને પ્રાપ્ત કરવું એ જ સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધિ પ્રતિની વિશાળ વાસ્તવિકતાના દ્વારે પહોંચવાનો શીઘ્રગામી માર્ગ છે. આ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આપણા સ્વધર્મની ક્રિયાઓને અંતરયામી પ્રભુ, વિશ્વગત પરમાત્મા અને પરાત્પર પુરૂષોતમની પૂજામાં પરિણત કરી દઈએ.

અંતે સંપૂર્ણ કર્મને જ એમના હાથોમાં આપી દઈએ- मयि संन्यस्य कर्माणि (5.13). અને જ્યારે આપણે ગુણાતીત બની જઈશું ત્યાર પછી જ ચાતુર્વણ્યના ભેદોથી ધર્મોની સીમાઓ વટાવી सर्वधर्मान परित्यज्य – (18.66) ને ચરિતાર્થ કરી શકાશે.

ત્યાર પછી જ ઈશ્વર વ્યક્તિને વિશ્વગત સ્વભાવમાં ઉઠાવી આપણી અંદર ચતુર્વિધ પ્રકુતિના આત્માને પૂર્ણ બનાવી દે છે તથા જીવાત્મામાં વિરાજમાન પ્રભુના દિવ્ય સંકલ્પ અને શક્તિ અનુસાર કર્મોને સંપન્ન કરે છે.

You may also like...