3.વૈવિધ્યતાભર્યો ‘વ્યકતિગત નિયમ”નુ અનોખુ સ્થાન

આધ્યાત્મિક સાધનામાં ‘ કર્તવ્યં કર્મ ‘ ના સામાન્ય નિયમ સાથે વૈવિધ્યતાભર્યો ‘વ્યકતિગત નિયમ”નુ અનોખુ સ્થાન:

શ્રી અરવિંદ આપણી સમક્ષ એક મહત્વનો પ્રશ્ન મૂકે છે અને તે સર્વ સાધારણ દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે – શ્રી અરવિંદ કહે છે કે આધ્યાત્મિક વિકાસમાં મન અને કર્મનો સર્વ સાધારણ નિયમ બધાં જ મનુષ્યો માટે એક જેવો જ છે પરંતુ એ પણ જોવામાં આવે છે કે વૈવિધ્યનો પણ શાસ્વત નિયમ છે. એટલે કે પ્રત્યેક વ્યક્તિ આત્મ, મન, સંકલ્પ-શક્તિ અને પ્રાણના સાર્વભૌમ નિયમોનુસાર તેમજ પોતાની પ્રકૃતિ અનુસાર પણ કર્મ કરે છે. પ્રત્યેક મનુષ્ય પોતાની પરિસ્થિતિઓ , ક્ષમતાઓ, પ્રવૃત્તિઓ, ચારિત્ર્ય તેમ જ શક્તિ-સામર્થ્ય ના નિયમો અનુસાર વિભિન્ન કર્તવ્યોનું પાલન કરી વિભિન્ન દિશાનું અનુસરણ કરે છે. આ વૈવિધ્યને, પ્રકૃત્તિના આ વ્યક્તિગત નિયમને ગીતા અધ્યાત્મ સાધનામાં મહત્વ પ્રદાન કરે છે. ગીતાના આરંભમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ક્ષત્રિયનો સ્વભાવ અને કર્તવ્ય જ તારો ‘સ્વધર્મ’ છે અને આગળ જતાં સ્પષ્ટ અને બળપૂર્ણ શબ્દોમાં આ વાતનું પ્રતિપ્રાદન કરે છે.

પોતાનો સ્વભાવ, પોતાની સત્તા કે વિધાન કે કર્તવ્યનું પાલન અને તેનુ અનુસરણ કરવુ જોઈએ. તેમાં કોઈ દોષ હોય તેમ છતાં તેમ છતાં પણ બીજાની પ્રકૃતિ – ‘પરધર્મ’ ના વિધાન કે કર્તવ્ય કરતાં શ્રેયસ્કર છે.વિજય-લાભની અપેક્ષા રાખ્યા વિના ‘પરધર્મ’ કરતાં ‘સ્વધર્મ’ માં મૃત્યુ પ્રાપ્ત કરવું ઉત્તમ છે. ‘પરધર્મ’ નું અનુસરણ અંતરાત્મા માટે ભયાવહ છે.

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥3.35

Sri Aurobindo’s Interpretation

Better is one’s own law of works, svadharma, though in itself faulty, than an alien law well wrought out; death in one’s own law of being is better, perilous is it to follow an alien law.

આપણે કહી શકીયે કઈ ‘પરધર્મ’ નું પાલન આત્માના સ્વાભાવિક પ્રગતિ માટે કૃતિમ છે- યાંત્રિકરૂપે લાદવામાં આવેલ હોય છે અને એટલા માટે જ તે વિનાશકારી છે. જે કોઈ વસ્તુ ‘સ્વધર્મ’ માંથી નિપજે છે તે જ યથાર્થ અને સ્વાસ્થયકારક વસ્તુ બની રહે છે નહિ કે પ્રાણની માંગણીઓ અને મનની ભ્રાંતિઓ દ્વારા આત્મા ઉપર લાદવામાં આવતી વસ્તુઓ દ્વારા.

You may also like...