4. બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ

બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ:

‘જ્ઞાનયજ્ઞનાં પુરોહિત’ એટલેકે બ્રાહ્મણની આત્મશક્તિઓ જો સર્વાંગીપણે વિદ્યમાન ન બની આવે તો તેમાં વિકૃત્તિઓ અને અપૂર્ણતાઓ જોવા મળે છે અને તેને કારણે બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવે છે અને દિવ્ય આત્માની સત્ય અને જ્ઞાનની શક્તિ સંકીર્ણ બની જાય છે.

અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ નીચે પ્રમાણેની હોય શકે:

  • કોરી બૌદ્ધિકતા અર્થાત જેમાં નૈતિક કે અન્ય પ્રકારની ઉચ્ચત્તા ન હોય એવા વિચારો માટેની માત્ર કુતુહલતા
  • અપેક્ષિત વિશાળતા વિનાની મન અને આત્માની કોઈ બૌદ્ધિક ક્રિયા ઉપર સંકુચિત એકાગ્રતા
  • પોતાનીજ બૌદ્ધિકતામાં કેદી બની બુદ્ધિવિલાસી વ્યક્તિ માફક અહંકારી અને એકાન્ગીવલણ અપનાવવું
  • જીવન ઉપર કોઇપણ પ્રકારનું પ્રભુત્વ ન ધરાવતું હોય એવા નિર્વીર્ય આદર્શવાદમાં પોતાને બદ્ધ કરી દેવી
  • છેવટે બૌદ્ધિક કે ધાર્મિક કે વૈજ્ઞાનિક યા દાર્શનિક મનની પોતાની ખાસ કોઈ પ્રકારની અપૂર્ણતાઓ કે મર્યાદાઓનાં શિકાર બની જવું.

You may also like...