5. ક્ષત્રિય-પ્રકૃતિ
આપણી માનવ-પ્રકૃતિની પૂર્ણતા માટે બ્રાહ્મણની આત્મ-શક્તિઓની જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા ક્ષત્રિય-પ્રકૃતિની છે. ક્ષત્રિય-પ્રકૃતિને નિર્માણ કરનાર તત્વો નીચે મુજબ છે અને તે બધાં કર્મવીર મનુષ્ય માટે અનિવાર્ય ગુણો છે.
- ઉચ્ચકોટિની નિર્ભયતા – કોઈપણ ભય-સંકટ યા કઠિનાઈથી હતોત્સાહ ના બને એવી
- ઉચ્ચ સાહસ
- શૂરવીરતા
- સરળતા
- આત્મ-સંયમી – પોતાના નિમ્નત્તર ‘સ્વ” નો સતત ઉચ્ચત્તર આત્મા ઉપર બલિ ચઢાવનાર
- મનુષ્યોની સહાયતા
- અન્યાય અને અત્યાચારનો સખત વિરોધ
- પ્રભુત્વ
- મહાન નેતૃત્વ
- કોઇપણ ક્ષુદ્ર, નિકૃષ્ટ, નીચા કે દુર્બળ વસ્તુ આગળ ના ઝૂકવું
સાચા ક્ષત્રિયનો ધર્મ છે કે તે ઉપરોક્ત દર્શાવેલ ગુણોને તેની પરાકાષ્ઠાએ પહોચાડી તેને એક પ્રકારની દિવ્ય સમૃદ્ધતા, પવિત્રતા અને મહિમા પ્રદાન કરે છે અને આ દૈવી ગુણોનું જીવનભર અનુસરણ કરતો રહે છે.