7. પોતાના સ્વભાવ અને સ્વધર્મ પ્રમાણે વર્તન કરવાથી માણસને પાપ લાગતું નથી

પરંતુ જે કામ પોતાના સ્વભાવમાંથી પ્રગટતું નો હોય તે કદાચ વધારે સારી રીતે કરવામાં આવે, બહારના અને સ્થૂળ ધોરણ વડે માપતા એ કર્મ ઉપર ઉપરથી સારું પણ દેખાય, અથવા તો, જીવનમાં સફળતા પણ અપાવે છતાં અંતરના વિકાસના સાધન તરીકે તે ઉતરતા પ્રકારનું છે- એ બાહ્ય હેતુ અને સ્થુલ પ્રેરણાને કારણે જ ઉતરતા પ્રકારનું બને છે.

બીજા દ્રષ્ટિબિંદુથી જોતા, દોષવાળું જણાય તોપણ વ્યક્તિનું પોતાનું હોય એવું કાર્ય વધારે સારું છે. પોતાના સ્વભાવ અને સ્વધર્મ પ્રમાણે વર્તન કરવાથી માણસને પાપ લાગતું નથી, અથવા તો ડાઘ લાગતો નથી.

श्रेयान् स्वधर्मः विगुणः पर-धर्मात् स्वनुष्ठितात् ।
स्वभाव-नियतम् कर्म कुर्वन् न आप्नोति किल्बिषम् ॥18.47
**
Sri Aurobindo’s Interpretation
Better is one’s own law of works, though in itself faulty, than an alien law well wrought out. One does not incur sin when one acts in agreement with the law of one’s own nature.

You may also like...