7. વૈશ્ય-પ્રકૃતિ અને તેના મુખ્ય લક્ષણો
વૈશ્ય-પ્રકૃતિ:
- માનવ-પ્રકૃતિની એક વૃત્તિ એવી હોય છે જેમાં વ્યાવહારિક અને વ્યવસ્થાશીલ બુદ્ધિ અને પ્રાણની વિશિષ્ટ સહજવૃત્તિ ઊભરતી હોય છે.
- વૈશ્ય-પ્રકૃતિની વૃત્તિને કારણે જ આપણી વ્યાપારિક તેમજ ઔદ્યોગિક સભ્યતાનું નિર્માણ થયું છે અને તેની મર્યાદા અને વિકૃત્તિઓથી આપણે સૌ વાકેફ છીએ. આમ હોવા છતાં વૈશ્ય-પ્રકૃતિની પોતાની અનોખી શક્તિઓ પણ છે. એમાં એવા તત્વો છે જે જીવનની સમગ્રતા માટે અન્ય ચીજોની માફક અનિવાર્ય છે.
વૈશ્ય-પ્રકૃતિનાં મુખ્ય લક્ષણો:
- બાહ્ય ક્રિયામાં નિપૂર્ણ
- આવિષ્કારક બુદ્ધિ
- વ્યાવસાયિક, વ્યાપારિક, ઔધોગિક, આર્થિક, વ્યાવહારિક તેમજ વૈજ્ઞાનિક, યાંત્રિક, તકનીકી અને ઉપયોગીતાવાદી મન
આવી પ્રકૃતિવાળા મનુષ્યનું મન વિકાસનાં મધ્યમ સ્તરે આવી પહોચેલું હોય છે. તે શિખરો પ્રતિ ઉડાન ભરવાનું તસ્દી લેતું નથી – ભારે પરિશ્રમ કરતું નથી તેમજ એટલું મહાન પણ હોતું નથી કે જીવનના વર્તમાન ઢાંચાઓને તોડી અન્ય નૂતન ઢાંચાઓનું સર્જાન કરી શકે. પરંતુ ક્ષમતા, અનુકૂલનશીલતા તથા સંયમ-મર્યાદા રૂપી વિશેષ લક્ષણોથી યુક્ત હોય છે.