8. વૈશ્ય-પ્રકૃતિની શક્તિઓ

વૈશ્ય-પ્રકૃતિની શક્તિઓ:

 • પારસ્પરિક વિનિમયની વિશાળતા – ઉદારતા
 • જીવનનાં સંબંધોની ઉપયોગીતાથી વાકેફ
 • મુકતહસ્ત વ્યય તથા પુનઃ ઉપાર્જન
 • જીવન-જીવન વચ્ચે પ્રચુર આદાન-પ્રદાન
 • જીવનની ગતિવિધિઓ સાથે પોતાને અનુકુળ બનાવી દેવું
 • ફળદાયી અને ઉત્પાદનશીલ જીવનના લયતાલ અને સંતુલનનો પૂર્ણ ઉપભોગ અને ઉપયોગ

 

કૌશલ શક્તિ:

 • કાયદા કાનુનનું નિર્માણ કરી પાલન કરે છે.
 • સંબંધોની મર્યાદાઓ અને ઉપયોગીતાથી વાકેફ હોય છે.
 • કોઈપણ સુનિચ્ચીત કે વિકાસશીલ ગતિવિધિઓ સાથે પોતાને અનુકુળ બનાવી દે છે.
 • વસ્તુઓનું ઉત્પાદન કરે છે જીવનના બાહ્ય સર્જનોને પૂર્ણ બનાવે છે.
 • ધનપ્રાપ્તિને સુનિચ્ચીત કરી વિકાસ તરફ પગલાં માંડે છે.
 • વ્યવસ્થા બાબતે સતર્ક અને પ્રગતિ બાબતે સાવધાન રહે છે.
 • જીવનના સમસ્ત ઉપકરણો તથા સાધનો તથા લક્ષ્યોનો અધિકાધિક લાભ ઉઠાવે છે.

પોતાની સંપતિને વ્યય કરવાની શક્તિ:

 • મુકતવ્યયતા તથા મિતવ્યયતા એમ બન્નેમાં કુશળ હોય છે.
 • પારસ્પરિક આદાન-પ્રદાનનાં મહાન નિયમને અનુસરતી આ શક્તિ મોટી માત્રામાં લુટાવવા માટે સંગ્રહ કરતી હોય છે. આ રીતે આદાન-પ્રદાનનાં પ્રવાહને તથા જીવનની ફલાદાયીતા-ઉત્પાદન શક્તિને સમૃદ્ધ કરે છે.

દાન તથા પચુરમાત્રામાં સર્જનશીલતાની શક્તિ :

 • ઉદારતાની શક્તિ , પરસ્પર સહાય કરવાની અને બીજાને ઉપયોગી બનવાની વૃત્તિ જે ઉન્મુક્ત આત્મા માટે નિષ્પક્ષ પરોપકાર, માનવહિત તથા વ્યવહારિક ધોરણે પરમાર્થનો મૂળ સ્ત્રોત બની રહે છે.

ઉપભોગની શક્તિ:

ઉત્પાદનશીલ, સંગ્રહ્પરાયણતા, ક્રિયાશીલ સમૃધ્ધિ જે જીવનના ફળદાયી આનંદનો વિલાસિતા સાથે ભોગ કરે છે.

You may also like...